Surat: લાલગેટ વિસ્તારમાં MD ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ, મેફેડ્રોન સહિત ₹2.33 લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: November 16, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના નેટવર્ક સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને એમડી (MD) ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલાને રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસે આરોપી મહિલા પાસેથી ₹1.85 લાખની કિંમતનું 61.780 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને વજનકાંટો સહિત કુલ રૂપિયા 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ફ્લેટમાંથી MD ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઈ

લાલગેટ પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલગેટ વિસ્તારના એક ફ્લેટમાં રેડ કરી હતી, જ્યાંથી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતી રુબીના યુનુસખાન પઠાણ નામની મહિલાને ઝડપી પાડવામાં આવી હતી.પોલીસે ફ્લેટની તલાશી લેતા ત્યાંથી 61.780 ગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1.85 લાખ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને ડ્રગ્સ તોલવા માટેનો વજનકાંટો મળીને કુલ રૂપિયા 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સપ્લાયર યોગેશ રેપ સહિત બે વોન્ટેડ

લાલગેટ પોલીસે આરોપી મહિલા રુબીના પઠાણ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો આ જથ્થો પૂરો પાડનાર તરીકે યોગેશ રેપ તથા અન્ય એક અજાણ્યા શખ્સનું નામ સામે આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતના હાઈવે પર ભારે વાહનોનું પ્રભુત્વ; ટોલ આવકમાં 84.5% હિસ્સો, દૈનિક ₹17.64 કરોડની વસૂલાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *