પલસાણાના વરેલી ગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હિંદુ જાગો, હિંદુસ્તાન અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડૉ. પ્રવીણ તોગડિયા ઉપસ્થિતિ રહ્યા હતા. સંકલ્પ બેઠકમાં તેમણે કાર્યકરોને સનાતન સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને સંગઠનના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બજરંગ દળના રાષ્ટ્રીય પ્રવક્તા પાંડેએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. વરેલીમાં આર.ડી. મોટર્સ (પાર્ટિયા), લક્ષ્મી વિલા કોમ્પ્લેક્સ અને શગુન કોમ્પ્લેક્સમાં પણ કાર્યક્રમો યોજાયા હતા. જ્યાં 500થી વધુ કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને હિંદુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પ્રવીણ તોગડિયાએ દિવાળીની ઉજવણી ધાર્મિક પરંપરાઓ અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો દેશભરમાં 11 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ રહ્યો હતો.
Surat: વરેલીમાં હિંદુ જાગો, હિંદુસ્તાન અભિયાન અંતર્ગત સંકલ્પ બેઠક
📅 Published: November 1, 2026 |
📂 Category: Surat
