Surat: સરથાણાના યુનિક સ્પામાં AHTUનો દરોડો, 4 મહિલાઓ મુક્ત; સંચાલક ઝડપાયો

📅 Published: October 7, 2026 | 📂 Category: Surat

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યુનિક સ્પામાં AHTU દ્વારા દરોડો પાડવામાં આવતા દેહવ્યવસાય ચાલતો હોવાનો મામલો સામે આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે શાયોના પ્લાઝામાં આવેલા સ્પામાં કાર્યવાહી કરી હતી.

સ્પામાંથી 4 મહિલાઓને મુક્ત કરાવી

AHTUની ટીમે દરોડા દરમિયાન સ્પામાંથી 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 6 મહિનાથી સ્પાની આડમાં દેહવ્યવસાય ચાલતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

સંચાલક ફરીદ આલમ ઝડપાયો

પોલીસે દેહવ્યવસાય ચલાવવાના આરોપસર સ્પાના સંચાલક ફરીદ આલમની ધરપકડ કરી છે. જ્યારે સ્પાની માલિક મુક્તી ઉર્ફે મનીષા દાત્રીયેને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે.

રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસ દ્વારા રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્પામાં ચાલતી પ્રવૃત્તિ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સરથાણા પોલીસ મથકે ગુનો નોંધાયો

સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકે દેહવ્યવસાયનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે સ્પાની આડમાં ચાલતી પ્રવૃત્તિ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરી રહી છે. સ્પા અને હોટેલની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. 

આ પણ વાંચો  :  Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *