Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા

📅 Published: September 6, 2026 | 📂 Category: Surat

કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ગણાતા સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારી સાથે થયેલી રૂ. ૨૧.૮૬ લાખની છેતરપિંડીનો ઉકેલ લાવવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ સલાબતપુરાના એક ટેક્સટાઇલ વેપારી પાસેથી મોટી માત્રામાં રૂ. ૨૧.૮૬ લાખની કિંમતની સાડી ખરીદી હતી.

ઠગાઈ આચરનાર 2 વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયા

માલ મેળવી લીધા બાદ આરોપીઓએ નિયત સમયમર્યાદામાં વેપારીને નાણાં ચૂકવ્યા ન હતા. વેપારી દ્વારા ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા અને પોતાના વેપારધંધા બંધ કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા હતા. આ અંગે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું.

બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓને દબોચ્યા

આરોપીઓ રાજસ્થાનમાં છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળતાં સલાબતપુરા પોલીસની ખાસ ટીમે રાજસ્થાન ખાતે દરોડો પાડી બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓને ટ્રાન્સફર રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવી રહ્યા છે.આરોપીઓએ સુરત માર્કેટના અન્ય કોઈ કાપડ વેપારી સાથે આ પ્રકારની ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Vadodara: પીએમ મોદીના કાર્યક્રમનું રજિસ્ટ્રેશન 1 કલાકમાં ફુલ, 36 હજારથી વધુ લોકો વેટિંગમાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *