Surat: સાયણ-હજીરા હાઇવે પર કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ; ₹1.20 કરોડના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા, 3 ફરાર

📅 Published: October 21, 2026 | 📂 Category: Surat

ઔદ્યોગિક નગરી સુરતમાં હાઇવે પર દોડતા કેમિકલ ટેન્કરોમાંથી જોખમી અને મોંઘાદાટ કેમિકલની ચોરી કરતા માફિયાઓ સામે જહાંગીરપુરા પોલીસે લાલ આંખ કરી છે. સાયણ-હજીરા હાઈવે પર ટેન્કરો ઊભા રાખી તેમાંથી અત્યંત જ્વલનશીલ કેમિકલ ચોરી કરવાના સુવ્યવસ્થિત નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ૩ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા બે મોટા કેમિકલ ટેન્કર, ટેમ્પો અને ટુ-વ્હીલર સહિત કુલ રૂપિયા 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા અન્ય 3 સાગરીતો ફરાર થઈ જતાં પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સ્ટાયરીન મોનોમર અને કિટોન જેવા જ્વલનશીલ કેમિકલની ચોરી

હજીરા અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી લોડ થઈને નીકળતા ટેન્કરોને સાયણ-હજીરા હાઈવે પર નિર્જન સ્થળો કે હોટલ-ધાબા પાછળ ઊભા રખાવવામાં આવતા હતા.કંપની દ્વારા લગાવેલા સિલ સાથે છેડછાડ કર્યા વગર કે ખાસ વાલ્વ-પાઈપની મદદથી ટેન્કરોમાંથી મોંઘા ભાવના કેમિકલ કાઢી લેવામાં આવતા હતા.આ રેકેટમાં સ્ટાયરીન મોનોમર તેમજ મિથાઇલ આઇસોબ્યુટાઇલ કિટોન (Methyl Isobutyl Ketone) જેવા અત્યંત જ્વલનશીલ અને જોખમી કેમિકલની ચોરી થતી હોવાનો ખુલાસો થયો છે.થોડી પણ ચૂક થાય તો મોટો અગ્નિકાંડ કે વિસ્ફોટ થઈ શકે તેવા કેમિકલને સુરક્ષાના કોઈપણ સાધનો વિના ખુલ્લા કેરબાઓ અને ટેમ્પોમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું.

1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે બાતમીના આધારે છાપો મારીને સ્થળ પરથી ચોરીનું કેમિકલ ભરેલા ૨ તોતિંગ કેમિકલ ટેન્કર, 1 ટેમ્પો અને 2 ટુ-વ્હીલર વાહનો કબજે કર્યા છે.ચોરી કરાયેલા કેમિકલના જથ્થા સાથે કબજે કરાયેલા તમામ વાહનો મળીને કુલ ₹1.20 (એક કરોડ વીસ લાખ) થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અન્ય ત્રણ સૂત્રધારોના નામ ખુલ્યા છે, જેઓ દરોડા દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.આ ચોરીનું કેમિકલ કયા વેપારીઓ કે ફેક્ટરી માલિકો સસ્તા ભાવે ખરીદતા હતા તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Vadodara: ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં માતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત, કટરથી કાર કાપી મૃતદેહ કઢાયા!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *