Surat : સાયબર ક્રાઇમ માટે બેંક એકાઉન્ટ ભાડે આપતી ગેંગના બે પિતરાઈ ભાઈઓ ઝડપાયા

📅 Published: August 19, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં સાયબર ફ્રોડ કરનારી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયબર ક્રાઇમની ઠગાઈ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતી ગેંગના બે પિતરાઈ ભાઈઓની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસે મૂળ ભાવનગરના આ બંને આરોપીઓનો સાબરમતી જેલમાંથી કબ્જો મેળવી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી ઠગાઇ કરી

મળતી વિગતો અનુસાર, ઝડપાયેલા આરોપી ગૌતમ સવાણી અને જયદીપ સવાણીએ બોગસ વેબ લિંક તેમજ વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી લોકોને રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી હતી. આરોપીઓએ એક પીડિત પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 5.29 લાખ ટ્રાન્સફર કરાવીને મોટી ઠગાઈ આચરી હતી.

2.09 કરોડથી વધુ રકમનું મસમોટું ટ્રાન્ઝેક્શન

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓએ ઉપયોગમાં લીધેલા એક્સિસ બેંકના ખાતામાં રૂપિયા 2.09 કરોડથી વધુ રકમનું મસમોટું ટ્રાન્ઝેક્શન થવા પામ્યું હતું. આ જ એકાઉન્ટ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) પર 20 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.

મુખ્ય આરોપી ગૌતમ સવાણી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

ઉલ્લેખનીય છે કે, પકડાયેલો મુખ્ય આરોપી ગૌતમ સવાણી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ વર્ષ 2015માં હત્યા અને વર્ષ 2023માં ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાયબર પોલીસે હાલ બંને આરોપીઓ સામે આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે..  

આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *