Surat સાયબર ક્રાઈમની મોટી સફળતા, રૂ. 40 લાખના હાઈટેક 'બોસ સ્કેમ'નો આરોપી હરિયાણાથી ઝડપાયો…!

📅 Published: October 15, 2026 | 📂 Category: Crime

સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસ શાખાને એક મોટી સફળતા સાંપડી છે. ઉદ્યોગપતિ કે કંપનીના માલિક બનીને કર્મચારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા ચર્ચાસ્પદ ‘બોસ સ્કેમ’ (Boss Scam) નો પર્દાફાશ કરીને પોલીસે મુખ્ય આરોપી નવીન જાટને હરિયાણા ખાતેથી દબોચી લીધો છે. 26 વર્ષીય આ આરોપીએ સુરતની એક પેઢીના એકાઉન્ટન્ટને ટાર્ગેટ કરીને રૂ. 40 લાખની જંગી રકમની છેતરપિંડી આચરી હતી.

ઝિપ ફાઈલ મોકલી સિસ્ટમ હેક કરી

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી નવીન જાટે કંપનીના એકાઉન્ટન્ટને એક શંકાસ્પદ ઝિપ (ZIP) ફાઈલ મોકલી હતી. આ ફાઈલ ઓપન કરતાં જ એકાઉન્ટન્ટનું કમ્પ્યુટર કે ડિવાઈસ હેક થઈ ગયું હતું. ત્યારબાદ આરોપીએ પોતે કંપનીનો માલિક (બોસ) હોવાનો સવાંગ રચીને ઈમરજન્સી પેમેન્ટના નામે એકાઉન્ટન્ટ પાસેથી જુદા જુદા બેંક ખાતાઓમાં રૂ. 40 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

મહારાષ્ટ્રમાં પણ રૂ. 87.60 લાખના કૌભાંડની કડીઓ મળી

સુરત સાયબર ક્રાઈમ ટીમે વિલંબ કર્યા વિના ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટ ટ્રેસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને ફરિયાદીના રૂ. 18.50 લાખ ફ્રીઝ કરાવીને પરત (રિફંડ) અપાવ્યા છે. આ સિવાય પકડાયેલા આરોપી નવીન જાટની સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે મહારાષ્ટ્રમાં પણ રૂ. 87.60 લાખના સાયબર સ્કેમમાં સંકળાયેલો છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ સાયબર ગુનાઓના ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bhavnagarમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીના નામે નકલી લવ લેટર વાયરલ, શાળા અને ટ્યુશન ક્લાસમાં ખળભળાટથી ભારે રોષ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *