Surat: સુમુલ ડેરીમાં અઢી વર્ષની નવી ટર્મ માટે નવા સુકાનીઓની તાજપોશી; પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત પ્રમુખ અને ભરતસિંહ બન્યા ઉપપ્રમુખ

📅 Published: September 25, 2026 | 📂 Category: Surat

સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રનું શક્તિપીઠ ગણાતી તેમજ પશુપાલકો માટે અત્યંત મહત્વપૂર્ણ ‘સુમુલ ડેરી’ (સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ) ના નવા હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી છે. આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે પ્રમુખ તરીકે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત અને ઉપપ્રમુખ તરીકે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ભરતસિંહ ડાભા (સોલંકી) ના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ મોવડી મંડળના બંધ કવરમાંથી નામો જાહેર

સુમુલ ડેરીની ચૂંટણી અને નવા હોદ્દેદારોની નિમણૂક છેલ્લા કેટલાક સમયથી ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ અને વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. સત્તા મેળવવા માટે પક્ષના નેતાઓમાં ભારે મનોમંથન ચાલતું હતું, જેના કારણે અગાઉ બે વખત બેઠકો અને ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી. આખરે આજે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ ભાજપ અને મોવડી મંડળ દ્વારા મોકલવામાં આવેલા બંધ કવર (મેન્ડેટ) માંથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

પૂર્વ મંત્રી કાંતિ ગામીત બન્યા પ્રમુખ

સુમુલ ડેરીમાં સોનગઢ (તાપી) અને પલસાણા (સુરત) ના બે અનુભવી નેતાઓને સુકાન સોંપાતાં જ બે વિભિન્ન તાલુકાઓ અને જિલ્લાઓ વચ્ચે રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત પ્રમુખ બનતાં દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા નિમાયેલા હોદ્દેદારોએ સુમુલ ડેરીનો પ્રગતિરથ આગળ ધપાવવા અને લાખો પશુપાલકોના હિતમાં પારદર્શક વહીવટ આપવાની ખાતરી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: Morbi: જુના સાદુળકા ગામે મચ્છુ નદીમાં વિસર્જન વખતે 4 યુવકો ડૂબ્યા; 2 બચાવાયા, 1નો મૃતદેહ મળ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *