Surat: હીરા કારખાનામાં 6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર મુંબઈથી દબોચાયો; 850 CCTV અને IPDR સર્વેલન્સથી ભેદ ઉકેલાયો

📅 Published: September 29, 2026 | 📂 Category: Surat

ડાયમંડ સિટી સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા એક હીરાના ખાતામાંથી રૂ. 6.93 લાખની કિંમતના હીરાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં કારખાનામાં લેસર મશીન ઓપરેટર તરીકે કામ કરતો બનાસકાંઠાનો 32 વર્ષીય ભરત પટેલ જ ચોર હોવાનું સામે આવ્યું હતું.

હીરાની ચોરી કરનાર લેસર મશીન ઓપરેટર ઝડપાયો

ચોરી આચર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે અશ્વિનીકુમાર પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન પોલીસે આશરે 850 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને Gmail IPDR સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. લોકેશનના આધારે પોલીસે દરોડો પાડી આરોપી ભરત પટેલને મુંબઈથી દબોચી લીધો હતો.

પોલીસે આરોપી ભરત પટેલને દબોચ્યો

પોલીસે આરોપી પાસે થી ચોરાયેલા 77 કેરેટ તૈયાર હીરા, 3 ચોરાયેલી બાઇક અને કમ્પ્યુટર મોનિટર મળીને કુલ રૂ.7.67લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ આરોપીની કડક પૂછપરછમાં સુરત અને વાપી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને વાહન ચોરી સહિતના કુલ ૫ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. હાલ અશ્વિનીકુમાર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Jamnagar: કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતા ડેરી સંચાલકના ઘરે દરોડો, 1,200 લીટર દૂધ જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *