Surat Crime News: 659 ગ્રામ સોનાની ઠગાઈ કરનાર પશ્ચિમ બંગાળથી ઝડપાયો

📅 Published: September 17, 2026 | 📂 Category: Crime

સુરતના સરથાણા વિસ્તારમાં સોનાની કારીગરી કે ધંધાના બહાને છેતરપિંડી આચરનાર શખ્સ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. આરોપી બીલ્ટુ બલરામ સામંતા દ્વારા સરથાણા વિસ્તારમાં સોનાના આકર્ષક ઘાટ બનાવી આપવાનું બહાનું કાઢવામાં આવ્યું હતું અને વેપારી પાસેથી વિશ્વાસઘાત કરીને મોટો સોનાનો જથ્થો મેળવવામાં આવ્યો હતો.

મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો આરોપી

સોનું હાથમાં આવ્યા બાદ આરોપી પોતાની ઓળખ છુપાવીને અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને સુરતમાંથી ફરાર થઈ ગયો હતો. કુલ 659.886 ગ્રામ સોનાની ઠગાઈ થતાં વેપારી દ્વારા તાત્કાલિક ધોરણે સરથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ સત્તાવાર રીતે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Surat Crime News: Gold Fraud: Accused Arrested from West Bengal by Sarthana Police

સુરત સરથાણા પોલીસની પશ્ચિમ બંગાળમાં સફળ રેડ

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરથાણા પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ લાંબી તપાસના અંતે ભોગ બનનારને ન્યાય અપાવવા માટે પોલીસે પશ્ચિમ બંગાળ સુધી જાળ બિછાવી હતી અને વોન્ટેડ આરોપી બીલ્ટુ બલરામ સામંતાને પશ્ચિમ બંગાળમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: Surat Crime News: ડિંડોલીમાં લાખોની કિંમતના અફીણ-ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, મળ્યા અધધ રોડકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *