Surat News: અઢી વર્ષનું બાળકનું માથુ 4 કલાક સુધી એલ્યુમિનિયમની ડેગમાં ફસાયેલું રહ્યું, ફાયરના જવાનોએ બચાવ કર્યો

📅 Published: October 20, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના રાંદેરમાં રમતા રમતા એક માસૂમ બાળક અચાનક એલ્યુમિનિયમની મોટી ડેગમાં ફસાઈ ગયો હતો.અઢી વર્ષનું નાનું બાળક ઘરમાં રમી રહ્યું હતું તે દરમિયાન અકસ્માતે તેનું માથું એલ્યુમિનિયમની ડેગની અંદર જતું રહ્યું હતું અને ત્યારબાદ તે બહાર નીકળી શક્યું ન હતું.બાળકનું માથું મજબૂત ધાતુની ડેગમાં એવી રીતે ફસાઈ ગયું કે પરિવારના તમામ પ્રયાસો છતાં તે બહાર ન નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી અને આશરે ચાર કલાક સુધી સતત બાળકનું માથું ડેગમાં જ ફસાયેલું રહ્યું હતું. 

આખરે બાળકને હેમખેમ બહાર કાઢી લીધો

પરિસ્થિતિની ગંભીરતાને જોઈને સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર જવાનો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે અત્યંત ધીરજ અને સાવધાનીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.બાળકના માથાને સહેજ પણ ઈજા ન પહોંચે તે બાબત ધ્યાને રાખીને ફાયર જવાનોએ કટરની મદદ લીધી હતી. કટર વડે મજબૂત એલ્યુમિનિયમની ડેગને ખૂબ જ કાળજીપૂર્વક અને ચોકસાઈથી કાપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.ફાયર ટીમે દરેક ક્ષણે બાળકનું ધ્યાન રાખીને ડેગને ધીમે-ધીમે કાપીને આખરે બાળકને હેમખેમ બહાર કાઢી લીધો હતો.

બાળકનો આબાદ બચાવ થતા પરિવારની ચિંતા દૂર થઈ

ચાર કલાક સુધી સતત ડેગમાં ફસાયેલા રહ્યા બાદ બાળકનો આબાદ બચાવ થતા પરિવારની ચિંતા દૂર થઈ હતી.બાળક સુરક્ષિત રીતે બહાર આવતા જ પરિવારે અને આસપાસના સ્થાનિક લોકોએ રાહતનો મોટો શ્વાસ લીધો હતો. પરિવારના સભ્યોએ ફાયર જવાનોની ત્વરિત કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનથી સમગ્ર વિસ્તારમાં સર્જાયેલો ભયનો માહોલ શાંત થઈ ગયો હતો અને સૌ કોઈએ ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો.પરિવારજનો પહેલા આ બાળકને ડોક્ટર પાસે લઈને ગયા હતાં. જ્યાં ડોક્ટરે બાળકને બેભાન કરવાની વાત કરતાં જ ગભરાઈ ગયેલો પરિવાર બાળકને લઈને ઘરે પરત આવ્યો હતો. ચાર કલાક બાદ બાળકનો સુરક્ષિત બચાવ થતાં પરિવારે અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ Jetpur: થાણાગાલોર ગામે રમતાં રમતાં કુંડીમાં પડી જતાં માસૂમ અરવીનાનું મોત, પોલીસે શરૂ કરી તપાસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *