Surat News: આજે ફરી ઘટ્યા ખાંડના ભાવ! સતત વધઘટ થતા વેપારીઓ પરેશાન!

📅 Published: August 26, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના ખાંડ બજારમાં છેલ્લા કેટલાક સમયથી ભાવમાં અસામાન્ય અસ્થિરતા જોવા મળી રહી છે. માર્કેટમાં ખાંડનો જથ્થો ઓછો હોવાના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. માત્ર દોઢ મહિના પહેલાં જ ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 45 ની આસપાસ હતો, જે ટૂંકા જ સમયગાળામાં કૂદકે ને ભૂસકે વધીને પ્રતિ કિલો રૂ. 70 સુધી પહોંચી ગયો હતો.

બે દિવસમાં રૂ. 7 નો ઘટાડો થતાં વેપારીઓને નુકસાન

અચાનક ગગડેલા ભાવ વચ્ચે છેલ્લા બે દિવસમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ. 7 જેટલો ઘટાડો નોંધાયો છે. મોંઘા ભાવે ખાંડનો સ્ટોક ખરીદનારા હોલસેલ તથા રિટેલ વેપારીઓ માટે આ ઘટાડો નુકસાન લઈને આવ્યો છે. વેપારીઓનું માનવું છે કે, ઊંચા ભાવે ખરીદી કર્યા બાદ અચાનક ભાવ ઘટતાં તેમને ખાંડ ખોટ ખાઈને વેચવાની નોબત આવે છે. બજારમાં નવો જથ્થો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થતાં આગામી દિવસોમાં ભાવ હજુ પણ ઘટી શકે છે.

ગ્રાહકોની ખરીદીના પ્રમાણમાં મોટો ઘટાડો

ખાંડના ભાવમાં આવી રહેલા સતત ઉતાર-ચઢાવના કારણે ગ્રાહકોનું બજેટ પણ ખોરવાયું છે. જે ગ્રાહકો અગાઉ એકસાથે 15 થી 20 કિલો ખાંડની ખરીદી કરતા હતા, તેઓ હવે જરૂરિયાત પૂરતી એટલે કે માત્ર 2 કિલો, 3 કિલો કે 5 કિલો જેટલી જ ખાંડ ખરીદી રહ્યા છે. અનિશ્ચિતતાના કારણે વેપારીઓ પણ મોટો સ્ટોક કરવાનો ભય અનુભવી રહ્યા છે.

આંકડાકીય સરખામણી: હોલસેલ અને રિટેલ ભાવમાં તફાવત

બજારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ખાંડના ભાવમાં થયેલો ફેરફાર નીચે મુજબ છે:

હોલસેલ ભાવ (પ્રતિ કિલો)

  • આજનો ભાવ: રૂ. 59
  • ગઈકાલનો ભાવ: રૂ. 67
  • 6 મહિના પહેલાં: રૂ. 42
  • 1 વર્ષ પહેલાં: રૂ. 37

રિટેલ (વેચવાનો) ભાવ (પ્રતિ કિલો)

  • આજનો ભાવ: રૂ. 62
  • ગઈકાલનો ભાવ: રૂ. 70
  • 6 મહિના પહેલાં: રૂ. 45
  • 1 વર્ષ પહેલાં: રૂ. 40

50 કિલો ખાંડના ગુણનો હોલસેલ ભાવ

  • 6 મહિના પહેલાં: રૂ. 2100
  • હાલનો ભાવ: રૂ. 3500

Surat News: Sugar Price Shock: Retail Rates Fluctuate Rapidly

  • 24 ઓગસ્ટ પ્રતિ ક્વિન્ટલ રૂ. 67.20 પ્રતિ GST સહિત
  • 25 ઓગસ્ટ પ્રતિ ક્વિન્ટલ રૂ. 64.05 GST સહિત
  • 26 ઓગસ્ટ પ્રતિ ક્વિન્ટલ રૂ. 64.05 GST સહિત
  • જુલાઈની શરૂઆત પ્રતિકિલો રૂ. 41–42
  • 20 જુલાઈ પ્રતિકિલો રૂ. 45થી 47
  • ઓગસ્ટની શરૂઆત પ્રતિકિલો રૂ. 45–50
  • 24–26ઓગસ્ટ પ્રતિકિલો રૂ. 70–80

આ પણ વાંચો – Gujarat Weather Update: શ્રાવણમાં વૈશાખ જેવો માહોલ, હવામાન વિભાગે કરી ગરમી વધવાની આગાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *