નવરાત્રિના પાવન અવસરે ગુજરાતમાં ચારેય બાજુ ગરબાની રમઝટ જોવા મળે છે, પરંતુ ક્યારેક મોટા અને ભીડભાડવાળા આયોજનોમાં કેટલીક મહિલાઓ માટે ગરબા રમવાનું અશક્ય બની જતું હોય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં એક અત્યંત સુંદર અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સુરતના સીટી લાઈટ વિસ્તારમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓની માતાઓ માટે એક અનોખું અને સુરક્ષિત ગરબા આયોજન કરવામાં આવ્યું હતું.
ગર્ભવતી મહિલાઓ અને નવી માતાઓ માટે વિશેષ આયોજન
સામાન્ય રીતે મોટા પાર્ટી પ્લોટ કે ક્લબમાં થતા ગરબાના મોટા આયોજનોમાં ભીડ અને અતિશય અવાજને કારણે ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો ધરાવતી માતાઓ જઈ શકતી નથી. આ મુશ્કેલીને દૂર કરવા માટે સુરતમાં આ પ્રકારે પ્રથમ વખત એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકની માતાઓએ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતાઓ પોતાના નાના બાળકોને પોતાની સાથે લઈને આવી હતી અને ઉત્સવનો આનંદ માણ્યો હતો.

સ્વાસ્થ્ય અને આનંદનો સુંદર સમન્વય
તબીબી દૃષ્ટિએ પણ ગર્ભવતી મહિલાઓ માટે હળવી પ્રવૃત્તિઓ અને માનસિક ખુશી બાળક અને માતા બંનેના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. આ આયોજનમાં માતાઓએ પોતાના નાના બાળકને પોતાની છાતી સાથે સુરક્ષિત રીતે બાંધીને ગરબે ઘૂમીને અનોખી ઉજવણી કરી હતી. સુરત શહેરમાં આ પ્રકારે આયોજિત આ પહેલો કાર્યક્રમ હતો, જેને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને મહિલાઓએ પણ તણાવમુક્ત થઈને નવરાત્રીની ખુશીઓ માણી હતી.

<a href="
==” target=”_blank”>
==
