Surat News: ત્રીજા બાળકની સહાય પર મળશે 50,000ની ફિક્સ ડિપોઝિટ સહાય, આ સમાજે લીધો નિર્ણય

📅 Published: September 23, 2026 | 📂 Category: Surat

સુરત ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોનની કડોદરા ખાતે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં સમાજ અને રાષ્ટ્રના હિતમાં વસ્તી વધારાને પ્રોત્સાહન આપવા માટે ‘બાળ પ્રોત્સાહન યોજના’ અંતર્ગત એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ત્રીજા બાળકના જન્મ પર અપાશે 50 હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ

કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી પરિવારમાં ત્રીજા સંતાનનો જન્મ થતાંની સાથે જ સમાજ તરફથી નવજાત બાળકના નામે રૂપિયા 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી આપવામાં આવશે. આ સહાય દીકરો હોય કે દીકરી, બંને માટે સમાનરૂપે લાગુ રહેશે. એટલું જ નહીં, પરિવારમાં ત્રણ કે તેથી વધુ સંતાનોને જન્મ આપનાર તમામ પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, જેની મહત્તમ સમયમર્યાદા 10 વર્ષની રાખવામાં આવી છે.

Surat News: Kutchh Kadva Patidar Samaj Announces Rs 50,000 for Third Child

ઘટતી વસ્તી અને સામાજિક અસંતુલનને દૂર કરવાનો નવતર પ્રયાસ

આજના સમયમાં યુવા પેઢીમાં સંતાન ન કરવાની અથવા તો માત્ર એક જ સંતાન રાખવાની વધતી જતી માનસિકતાને કારણે સામાજિક અસંતુલન સર્જાઈ રહ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કચ્છ કડવા પાટીદાર સમાજે આગળ આવીને આ પહેલ કરી છે. સમાજનું માનવું છે કે, કડવા પાટીદાર સમાજ અને હિન્દુત્વને મજબૂત કરવા તેમજ દીકરા-દીકરી વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે પરિવારમાં ત્રણ સંતાનો હોવા અત્યંત આવશ્યક છે. 

આ પણ વાંચો: Suratની શાંત સોસાયટીમાં પડદા પાછળ ચાલી રહ્યો હતો કયો કાળો કારોબાર? A.H.T.U ટીમના દરોડામાં મોટો ખુલાસો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *