Surat News: નશાકારક ટેબ્લેટ્સ અને કોડીનયુક્ત સીરપના વેચાણનો પર્દાફશ! બે મેડિકલ સ્ટોર પર રેડ

📅 Published: October 7, 2026 | 📂 Category: Crime

સુરત શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સલાબતપુરાના માનદરવાજા વિસ્તારમાં આવેલા બે મેડિકલ સ્ટોર પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મેડિકલ સંચાલકોની ગેરરીતિઓ સામે આવતા ભારે હડકંપ મચી ગયો છે.

ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર થતું હતું વેચાણ

પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, આ મેડિકલ સ્ટોર્સ પરથી નિયમો વિરુદ્ધ જઈને કોઈપણ પ્રકારના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ નશાકારક દવાઓ અને પ્રતિબંધિત સીરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. યુવાધનને બરબાદ કરતી આ નશાકારક સામગ્રીનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Surat News: SOG and Food & Drugs Department Raid Medical Stores in Salabatpura

લાખોનો મુદ્દામાલ જપ્ત અને પોલીસ કાર્યવાહી

દરોડાની આ કાર્યવાહી દરમિયાન વિભાગે વિવિધ નશાકારક ટેબ્લેટ્સ અને કોડીનયુક્ત સીરપ સહિત કુલ રૂપિયા 2,75,068ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે બંને મેડિકલ સંચાલકોને નોટિસ ફટકારીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સરથાણાના યુનિક સ્પામાં AHTUનો દરોડો, 4 મહિલાઓ મુક્ત; સંચાલક ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *