Surat News: બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી મૂલ્યાંકનમાં બેદરકારી, 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખનો દંડ

📅 Published: September 2, 2026 | 📂 Category: Surat

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને મળેલા ગુણમાં નાની સરખી ભૂલ પણ તેના આગળના અભ્યાસ અને પ્રવેશ પ્રક્રિયા પર અસર કરી શકે છે.આથી ઉત્તરવહીનું મૂલ્યાંકન થયા બાદ તેની ગુણચકાસણી અને અવલોકન માટેની વ્યવસ્થા કેટલી મહત્ત્વની છે તે સુરતના આંકડાઓ પરથી સામે આવ્યું છે.ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં સુરતના 370 શિક્ષકોની કામગીરીમાં ભૂલો સામે આવી છે.મૂલ્યાંકનમાં થયેલી બેદરકારી બદલ બોર્ડ દ્વારા 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ક્ષતિઓના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવી

શિક્ષકો સામે માત્ર દંડાત્મક પગલાં તરીકે જોવાને બદલે વિદ્યાર્થીના પરિણામમાં ચોકસાઈ જળવાય અને મૂલ્યાંકન પ્રક્રિયા વધુ જવાબદાર બને તે માટે બોર્ડ દ્વારા મૂલ્યાંકન દરમિયાન ગુણ આપવામાં અથવા ગુણના સરવાળામાં ભૂલ કરનાર શિક્ષકો માટે બોર્ડે દંડની જોગવાઈ રાખી છે.સુરતમાં ધોરણ-10ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરનારા 162 શિક્ષકો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકો અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 104 શિક્ષકો મળી કુલ 370 શિક્ષકોની કામગીરીમાં ભૂલો નોંધાઈ હતી.આ શિક્ષકોને બોર્ડની નિયમિત ચકાસણી પ્રક્રિયા દરમિયાન થયેલી ક્ષતિઓના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતના શિક્ષકો દ્વારા 5726 માસની ભૂલ કરવામાં આવી

માર્ક્સની વાત કરીએ તો સુરતના શિક્ષકો દ્વારા 5726 માસની ભૂલ કરવામાં આવી છે.જે બદલ 572600 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.જેમાં ધોરણ 10માં સૌથી વધુ 2445 માર્ક્સની ભૂલ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 135 માર્ક્સની ભૂલો અને ધોરણ 12 સાયન્સમાં 1931 માર્ક્સની ભૂલો સામે આવી છે.જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ દંડિત શિક્ષકોને નોટિસ પાઠવી સાત દિવસમાં દંડની રકમ જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.ધોરણ 10માં 162 શિક્ષકોની મૂલ્યાંકન કામગીરીમાં ભૂલ સામે આવી છે.જે પૈકી એક શિક્ષક દ્વારા 132 માર્ક્સની ભૂલ કરાઈ હતી.જે બદલ 13200નો દંડ ફટકારવામાં આવ્યો છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મહત્તમ 3600નો દંડ જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં મહત્તમ 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.ધોરણ 10ના 162 શિક્ષકોને 2.44લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકોને 1.35 લાખ અને સાયન્સમાં 104 શિક્ષકોને 1.93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *