Surat News: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તહેવારો બાદ રિપોર્ટ આપતી તપાસને નાટક ગણાવ્યું

📅 Published: October 28, 2026 | 📂 Category: Surat

સુરતમાં ભાજપના ધારાસભ્ય અવારનવાર સ્થાનિક પ્રશ્નોને લઈને સવાલો ઉઠાવતા રહ્યા છે. તે મુખ્યમંત્રી સુધી પત્રો લખીને લોકોની સુવિધાઓ અંગે રજૂઆતો કરતા હોય છે. ત્યારે તેમણે ફરીવાર આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને પત્ર લખીને નકલી તેમજ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ અંગેની કામગીરી અર્થે વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતી ચેકિંગની કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી હોય છે કારણ કે તહેવારો દરમિયાન લોકો મીઠાઈ અને ફરસાણ ખાઈ ગયા પછી તેના રિપોર્ટ્સ આવે છે.જે તપાસને માત્ર નાટક સમાન સાબિત કરે છે. 

રોજિંદી ચીજવસ્તુઓમાં ખુલ્લેઆમ ભેળસેળ

ગુજરાતમાં નકલી, ઘી, તેલ, પનીર અને માવાના વેચાણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ દરમિયાન તંત્ર દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાનું પરિક્ષણ થતું હોય છે. જેની સામે સવાલો ઉભા થયાં છે. આરોગ્ય મંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય કાનાણીએ કહ્યું હતું કે, તંત્રની નામની જ કામગીરીના કારણે બજારમાં નકલી ડૉક્ટરો, નકલી દવાઓ તેમજ ઘી, દૂધ અને મસાલા જેવી રોજિંદી ચીજવસ્તુઓમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે અને આ બધું બેફામ વેચાઈ રહ્યું છે.આ પ્રકારની ગેરરીતિઓ આચરનારા ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે માત્ર સસ્પેન્શન કે બદલી જેવા સામાન્ય પગલાં લેવાને બદલે તેમને નોકરીમાંથી કાયમી ધોરણે ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવા જોઈએ તેવી પ્રબળ માંગ તેમણે કરી છે.

માફિયાઓ સામે સીધો માનવ વધનો ગુનો નોંધવા કાયદો લાવો

માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે આક્રમક રૂખ અપનાવતા કિશોર કાનાણીએ રજૂઆત કરી છે કે નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે રમત રમતા નકલી તેમજ ભેળસેળિયા માફિયાઓ સામે સીધો માનવ વધનો ગુનો નોંધવા માટે કડક કાયદો અમલમાં લાવવો જોઈએ.તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી આવા ગુનેગારો સામે કડક કાયદાનું હથિયાર નહીં ઉગામવામાં આવે, ત્યાં સુધી આરોગ્ય તંત્રને સુધારવાની આ લડાઈ જીતી શકાશે નહીં અને જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરવી મુશ્કેલ બનશે. રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થોના લેવામાં આવેલા નમૂનાનો રિપોર્ટ લોકો આવા પદાર્થો માર્કેટમાંથી ખાઈ લે તેના એકથી બે મહિના પછી આવતા હોય છે. તેની સામે પણ કાનાણીએ સવાલો ઉઠાવ્યા હતાં.  

આ પણ વાંચોઃ Mehsanaના પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં દાનની ગણતરીનો ધમધમાટ શરૂ, અઢી વર્ષથી કોથળામાં ભરેલા દાનનો થશે હિસાબ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *