Surat News: રેલવે ઓવર બ્રિજ પર ચાર સવારી બાઈકનો અકસ્માત, નીચે પટકાતા 3 યુવકોના મોત, 1 ગંભીર

📅 Published: October 21, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે એક અત્યંત દુખદ અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ઓવર બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહેલી એક જ બાઈક પર સવાર 4 યુવકો અચાનક નીચે પટકાયા હતા. આ ભયાનક અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યો છે.

ઘટના સ્થળનું રહસ્ય, બ્રિઝના વળાંક પર સ્ટીરિંગમાંથી કાબૂ ગુમાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, કુડસદ ગામના રેલવે ઓવર બ્રિજ પરથી જ્યારે આ બાઈક પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ બ્રિજ પર એક તીવ્ર વળાંક આવ્યો હતો. વળાંકનો અંદાજ ન આવવાને કારણે ઓવર સ્પીડ બાઈક ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. બાઈક અનિયંત્રિત થઈને સીધી બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી અને ચારેય યુવકો હાઇ-લેવલ બ્રિજ પરથી નીચે પટકાયા હતા.

Surat News: Kudsad Bridge Bike Accident: 3 Dead, 1 Injured

ત્રણ યુવકોના મોત, એક યુવક સારવાર હેઠળ

ઓવર બ્રિજ પરથી નીચે પડાવાના કારણે ચારેય યુવકોને શરીરના મહત્વના ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 3 યુવકોના કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ, ચોથો યુવક પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો: Suratના હજીરામાં કવાસ પાટિયા પાસે ડમ્પરે બાઇક સવાર દંપતીને ટક્કર મારી, મહિલાનું નીપજ્યું કરૂણ મોત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *