Surat News : લ્યો બોલો ઝારખંડમાં જેની હત્યા થઈ હતી તે મહિલા સચિન GIDCમાંથી હેમખેમ મળી!

📅 Published: September 16, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. આ ઘટનાએ પોલીસમાં ચકચાર મચાવી દીધી છે. ઝારખંડમાં જે મહિલાની હત્યા થઈ ચૂકી હોવાનું માનીને તેના પતિ તેમજ સાસરિયાઓ સામે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો અને જેની હત્યાના કેસની તપાસ ચાલી રહી હતી. તે જ મહિલા સુરતના સચિન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાંથી જીવતી અને હેમખેમ મળી આવી છે. હત્યાના આ કેસમાં ઝારખંડ પોલીસની સમગ્ર તપાસમાં એકદમ નવો અને મહત્વનો વળાંક આવ્યો છે.

ગત બીજી સપ્ટેમ્બરે હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 2 સપ્ટેમ્બર 2026ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ખેલારી પોલીસ સ્ટેશનની હદમાં સનસનાટીભર્યો માહોલ સર્જાયો હતો. ત્યાં વીણા દેવી નામની મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ તેના મૃતદેહને કોઈ ગુપ્ત સ્થાને સંતાડી દેવામાં આવ્યો છે તે મતલબની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર હત્યાના ગુનાને આધારે ખેલારી પોલીસ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના માધ્યમથી મળેલી કડીઓને અનુસરીને સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકના સ્ટાફે ઉત્તમ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

પોલીસની તપાસમાં નવો ખુલાસો સામે આવ્યો

સચિન જીઆઈડીસી પોલીસે આ કેસમાં કથિત રીતે મૃત જાહેર કરાયેલી 36 વર્ષીય વીણા દેવીને સુરતમાંથી જ જીવતી શોધી કાઢી હતી. પોલીસને આ મહિલા હેમખેમ મળી આવતા જ સમગ્ર કેસનું ચિત્ર જ બદલાઈ ગયું છે. જે મહિલાને ઝારખંડમાં મૃત માની લેવામાં આવી હતી અને જેના આધારે પતિ તેમજ તેના પરિવારજનો સામે હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી. તે જ મહિલાનું સુરતમાંથી જીવતા મળી આવવું એ પોલીસ માટે પણ ભારે અચંબાનો વિષય બન્યો છે. આ ચોંકાવનારી કડી મળ્યા બાદ હવે ઝારખંડ પોલીસ દ્વારા આગળની તપાસમાં નવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મહિલાએ આ પગલું કેમ ભયું, તે કયા સંજોગોમાં સુરત આવી પહોંચી અને અગાઉ નોંધાવવામાં આવેલી હત્યાની ફરિયાદ પાછળનું વાસ્તવિક કારણ શું હતું તે તમામ બાબતો હવે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. 

આ પણ વાંચોઃ Gujarat Weather News: ગુજરાતમાંથી વરસાદ હજી ગયો નથી, હવામાન વિભાગે કરી મોટી આગાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *