Surat News: વંદેભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ

📅 Published: October 24, 2026 | 📂 Category: Surat

રાજ્યમાં ટ્રેન પર પથ્થરમારો થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહે છે. રાજસ્થાનના ઉદયપુરથી ઉપડેલી વંદે ભારત ટ્રેન સુરત આવી રહી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ ટ્રેન પર પથ્થર મારો કર્યો હતો.પથ્થરમારાને કારણે વંદે ભારત ટ્રેનના કોચની બારીઓના કાચ તૂટ્યા હતાં. ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ભય ફેલાયો હતો. પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.આખરે આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  

ઉદયપુરથી સુરત આવતી ટ્રેનને બનાવાઈ હતી નિશાન

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 19 ઓક્ટોબરે રાજસ્થાનના ઉદયપુરથી ઉપડેલી 26904 નંબરની વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ઉતરાણ અને સુરત વચ્ચેથી પસાર થતી હતી. આ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેના કારણે ટ્રેનના કોચ નંબર C-6ની સીટ નંબર 40, 41, 42 તેમજ 60, 61, 62 પાસેની બારીઓના કાચ તૂટી ગયા હતાં. ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં પથ્થરમારાને લઈને ભય ફેલાયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફર કે કર્મચારીને હાની પહોંચી નહોતી. આ ઘટનાની માહિતી મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ તરફથી સુરત RPF પોસ્ટને આપવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.  

સીસીટીવી કેમેરાની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ

આ સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે પુછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે, તેમણે મજા લેવા માટે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. રાજ્યમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક વખત ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. તોફાની તત્વો દ્વારા માત્ર મોજ મસ્તી ખાતર સરકાર દ્વારા લોકોને આપવામાં આવતી સુવિધાઓને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવતી હોવાથી મુસાફરોમાં પણ ભય ફેલાયો છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: વિદેશી રાજદ્વારી મિશનો સાથે સીધા સંપર્ક પર પ્રતિબંધ, લેખિત મંજૂરી વિના બેઠક યોજી નહીં શકાય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *