Surat News: શહેરમાં બીજું કોઈ ખોડલધામ બનવાનું નથી, તમામ સમાજ માટે મંદિરનું નિર્માણ થશે : મુકેશ પટેલ

📅 Published: October 16, 2026 | 📂 Category: Surat

સુરતમાં બનનારું આ નવું ખોડલધામ ‘અન્નપૂર્ણા ખોડલધામ’ તરીકે ઓળખાશે અને તે જ નામથી તેનું નિર્માણ કાર્ય આગળ વધારવામાં આવશે.નવરાત્રિ પર્વના પાવન અવસરે આ ઝાંખી રજૂ થતાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રોજેક્ટની સ્પષ્ટતા થઈ હતી. અન્નપૂર્ણા ખોડલધામ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત સાથે જ આ ભગીરથ કાર્ય પાછળ રહેલા બે મુખ્ય ચહેરાઓ પણ હવે સ્પષ્ટપણે લોકોની સામે આવી ગયા છે.આ ગરબા મહોત્સવ દરમિયાન જાહેર કરાયેલી વિગતો અનુસાર પાટીદાર સમાજના જાણીતા અગ્રણી મુકેશ પટેલ અન્નપૂર્ણા ખોડલધામ બનાવશે.

વેલંજા ખાતે અંદાજે 150 વિઘા જમીનમાં મંદિર બનશે

મુકેશ પટેલે કહ્યું હતું કે, સુરતના વેલંજા ખાતે અંદાજે 150 વિઘા જમીનમાં 15 જેટલા ઉદ્યોગપતિઓ દ્વાર અન્નપૂર્ણા ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સ્પષ્ટતા કરાઈ છે કે આ બીજું કોઈ ખોડલધામ નથી બની રહ્યું પરંતુ તે લેઉઆ પટેલ સમાજમાં આસ્થાનું કેન્દ્ર ઊભું કરવા અને સમાજ એક થાય તેવા મુખ્ય હેતુ સાથે બનાવવામાં આવી રહ્યું છે.આ મંદિર માત્ર લેવા પટેલ સમાજ પૂરતું મર્યાદિત નહીં રહેતા તમામ સમાજ માટે ખુલ્લું રહેશે.આ નિર્માણ પાછળ કોઈ રાજકીય લાભ મેળવવાનો હેતુ હોવાની વાત એકદમ ખોટી છે.આ અંગે નરેશ પટેલને અગાઉથી જાણ નથી કરી તે વાત ખોટી છે કેમ કે સૌ સાથે જ છીએ અને તેઓ જ્યારે પણ આવશે ત્યારે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે.

ખોડલધામ બનાવવાનો નિર્ણય આવકાર્ય છે

ખોડલધામના નિર્માણ અંગે પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ કહ્યું હતું કે, ખોડલધામ બનાવવાનો નિર્ણય આવકાર્ય છે. બીજું ખોડલધામ બનવાથી હરીફાઈ વધશે. જેનો ફાયદો સમાજને થશે. કાગવડ ખોડલધામ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. બે ખોડલધામ બનવાથી સમાજમાં ફાંટા પડશે નહીં. બીજા ખોડલધામથી નરેશભાઈના કદમાં ઘટાડો થશે નહીં. પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું હતું કે, સમાજના અગ્રણી મુકેશ પટેલ અને જ્યંતિ એકલારા સહિતના આગેવાનો ખોડલધામ નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ખોડલધામનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ અને સમાજના વડીલોની સુવિધા અને સેવા માટે છે. હાલ આ પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરાઈ છે અને વધુ વિગતો આગામી સમયમાં જાહેર કરાશે. 

આ પણ વાંચોઃ Surat News:શહેરમાં અન્નપૂર્ણા ખોડલધામના નામથી બનશે બીજું ખોડલધામ, જાણો કોણ બનાવશે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *