Surat News: શહેર રોગચાળો બેકાબૂ, તાવથી બે લોકોના મોત, કતારગામમાં 40થી વધુ બાળકો બીમાર

📅 Published: September 19, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે, જેના કારણે શહેરમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. તાવની બિમારીમાં સપડાયેલા બે નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક વિસ્તારોમાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પાંડેસરા અને ભેસ્તાનમાં બે દર્દીઓએ ગુમાવ્યા પ્રાણ

શહેરમાં વધી રહેલા જીવલેણ રોગચાળાને કારણે પાંડેસરા વિસ્તારમાં 24 વર્ષીય યુવતી અને ભેસ્તાન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકીએ તાવની બિમારીના કારણે સારવાર દરમિયાન પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કતારગામ ટેનામેન્ટમાં એકસાથે 40થી વધુ બાળકો બીમાર

રોગચાળાની ગંભીરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, કતારગામ સ્થિત એક જ ટેનામેન્ટ પરિસરમાં અચાનક 40 થી 50 જેટલા બાળકો ગંભીર બીમારીમાં સપડાઈ ગયા છે. નાના બાળકોમાં વાયરલ ઇન્ફેક્શન સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર રોગોના લક્ષણો સામે આવ્યા છે, જેને કારણે વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. બાળકો ઉપરાંત વડીલો અને યુવાનો પણ ચિકનગુનિયા તથા તીવ્ર સાંધાના દુખાવાની પક્ડમાં આવી ગયા છે.

Surat News: Epidemic Outbreak: Two Deaths Reported Amid Rise in Vector-Borne Diseases

ગંદકી અને ગંદા પાણીના ભરાવાને કારણે વકર્યો રોગચાળો

સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, ટેનામેન્ટ પરિસરમાં વરસાદી અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. લાંબા સમયથી પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. પાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં યોગ્ય સફાઈ કે નિકાલની કામગીરી ન કરાતા આ રોગચાળો વણસ્યો હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Surat News: Epidemic Outbreak: Two Deaths Reported Amid Rise in Vector-Borne Diseases

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો

શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં હાલ તાવ, ઉલટી-ઉબકા અને શરીરના કળતરથી પીડાતા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જો સમયસર સઘન સફાઈ અને એન્ટી-લાર્વા કામગીરી નહીં કરવામાં આવે, તો સમગ્ર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Surat News : લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! રાંદેરના ઝેપ્ટો ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની છાસ અને બ્રેડ જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *