Surat News: શેરબજારમાં ટ્રેડિંગના નામે 410 કરોડના મહાઠગાઈ રેકેટનો સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ!

📅 Published: October 24, 2026 | 📂 Category: Surat

સુરત સાયબર ક્રાઈમ શેલે શેરબજારમાં ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ બોગસ લિંક મોકલીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગનું નેટવર્ક દેશના 20 જેટલા રાજ્યોમાં ફેલાયેલું હતું અને અત્યાર સુધીમાં 338 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

બોગસ લિંક અને ચાઇનીઝ ગેંગ સાથે કનેક્શન

આરોપીઓએ ‘SBI ULTRA’ સહિતની બે અલગ-અલગ બોગસ લિંક બનાવીને એક સુરતી વેપારી પાસે 24 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કર્યા બાદ રૂપિયા વિડ્રો કરવા ન દેતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કેસનો માસ્ટરમાઇન્ડ લિથુઆનીયાની યુનિવર્સિટીનો સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, જે દુબઈ સ્થિત ચાઇનીઝ ગેંગના સીધા સંપર્કમાં રહીને આ રેકેટ ચલાવતો હતો.

96 બેંક એકાઉન્ટ અને મુદ્દામાલ જપ્ત

આરોપીઓ પાસેથી કુલ 96 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેના દ્વારા આ વિશાળ ફ્રોડનું નેટવર્ક ઓપરેટ થતું હતું. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ અને યુનિવર્સિટીના આઈકાર્ડ સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોબાઈલની તપાસ કરતા ચાઇનીઝ ગેંગ સાથેની ચેટ પણ મળી આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની પુષ્ટિ થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *