Surat News: 4 વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો હવે નથી લાગતો, જૂથવાદ મુદ્દે ધારાસભ્ય મુકેશ પટેલ નારાજ

📅 Published: November 23, 2026 | 📂 Category: Surat

સુરતમાં ઓલપાડ વિધાનસભા વિસ્તારના સાયણ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી તથા વર્તમાન ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે મંચ પરથી કરેલા નિવેદનને પગલે ભારે ચર્ચા જાગી છે.ઓલપાડ ભાજપ સંગઠનમાં જૂથવાદ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. આ જૂથવાદની ચર્ચા વચ્ચે ધારાસભ્ય મુકેશ પટેલે જાહેરમાં પોતાની ગંભીર નારાજગી વ્યક્ત કરીને આગેવાનોને ચોંકાવી દીધા હતા.સ્નેહમિલન સમારોહના મંચ પરથી ધારાસભ્યએ પોતાના વિરોધીઓ પર સીધું નિશાન સાધ્યું હતું.

મુકેશ પટેલે પક્ષના આંતરિક વિરોધ અંગે મોટો ઘટસ્ફોટ પણ કર્યો

તેમણે જણાવ્યું હતું કે,ચાર વર્ષ સુધી મુકેશ પટેલ સારો લાગ્યો અને હવે સારો નથી લાગતો.આ નિવેદનથી ઓલપાડ ભાજપમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી ગઈ છે.આ સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલે પક્ષના આંતરિક વિરોધ અંગે મોટો ઘટસ્ફોટ પણ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે,સંગઠનમાં બ્રિજેશ પટેલને કારોબારી અધ્યક્ષ ન બનવા દેવા માટે ખાસ ચિઠ્ઠી લખવામાં આવી હતી.આ ચિઠ્ઠી લખાઈ હોવાનો સીધો ઉલ્લેખ કરીને તેમણે પાર્ટીના વિરોધીઓની નીતિ સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો.ધારાસભ્યએ આ નિવેદન દ્વારા સંદેશ આપ્યો હતો કે પક્ષમાં જાણીજોઈને વિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. પક્ષની અંદર જ વિરોધની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. 

મારી ચાલુ ટર્મને ચાર વર્ષ થયા ત્યારે મુકેશભાઈ સારા હતાં

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે કહ્યું હતું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજયભાઈ સામે કોઈ ઉમેદવાર ઉભો ના થયો અને તેઓ બિનહરીફ થયા હતાં. આ ભાજપની તાકાત છે. તેઓ જિલ્લા પંચાયતના સભ્ય બની ગયા. ત્યાર બાદ એવું આવ્યું કે તેઓ કારોબારી અધ્યક્ષ ના બમનવા જોઈએ. આપણે તો ગૌરવ લેવા જેવી વાત છે કે, ઓલપાડની અંદર આટલા વર્ષો પછી પહેલી વાર જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષનું પદ મળે છે. ત્યારે પણ ચીઠ્ઠી લખી હતી કે, વિજયભાઈ નામ આપો હવે અત્યારે જાહેરમાં નામ આપો આ ચીઠ્ઠી કોણે લખી હતી. કહેવાનો મતલબ એવો છે કે આપણાં જ લોકો આવી ચીઠ્ઠીઓ લખતા હોય છે. આટલા વર્ષ વિજયભાઈ સારો લાગ્યો. મારી ચાલુ ટર્મને ચાર વર્ષ થયા ત્યારે મુકેશભાઈ સારા હતાં. હવે છેલ્લું વર્ષ આવ્યું એટલે મુકેશભાઈ ખરાબ થઈ જશે. કાર્યકરો જ ભાજપની મોટામાં મોટી તાકાત છે. 

આ પણ વાંચોઃ Rajkot News: કોન્ટ્રાક્ટર કોર્ટના ઓર્ડર સાથે 1.31 કરોડની વસુલાત કરવા RTO કચેરીએ પહોંચ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *