Surat News: LCBનું સફળ ઓપરેશન, ઓલપાડના કિમમાં SMCની રેડમાં વોન્ટેડ આરોપી હરીશ કોસંબા બ્રિજ નીચેથી ઝડપાયો

📅 Published: August 22, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં અંદાજે 2 મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ મોટી રેડ કરી હતી. આ હાઈ-પ્રોફાઈલ રેડ દરમિયાન કાયદાની ચંગુલમાંથી ભાગી છૂટેલા કુલ 13 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સુરત ગ્રામ્ય LCB એ કોસંબા બ્રિજ નજીકથી દબોચ્યો

SMC રેડના આ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચલાવી રહેલી સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને નવાપુરા-બોરસરા વિસ્તારના રહેવાસી અને મુખ્ય વોન્ટેડ આરોપી હરીશ વસાવાને કોસંબા બ્રિજ નીચેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

Surat News: Rural LCB Arrests Wanted Accused Harish Vasava in Kim SMC Raid Case

અન્ય ફરાર આરોપીઓ અંગે તપાસ તેજ

પોલીસના હાથે ઝડપાયેલો હરીશ વસાવા લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતો-ફરતો હતો. સુરત ગ્રામ્ય LCB દ્વારા આરોપીની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓના સુરાગ મેળવવા માટે વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો – Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ, 2 લોકોનું સલામત રેસ્ક્યૂ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *