Surendranagar : ધ્રાંગધ્રાના સોલડી બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો અનશનમાં ઉતર્યા

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

ધ્રાંગધ્રાના સોલડીની ફળદ્રુપ જમીનમાં દેવયોગી હેલ્થ કેર કંપની દ્વારા બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે હાજરો લોકોના વિરોધ વચ્ચે મંજૂરી મેળવી લીધી છે.આજુબાજુના 20 ગામના ગ્રામજનોનો ખુલ્લો વિરોધ છતાય કંપની પ્લાન્ટ શરૂ કરવા મક્કમ હોય એવુ લાગી રહયુ છે સામે કોઇ પણ ભોગે અહી આ પ્લાન્ટ શરૂ નહી થવા દેવા માટે ગ્રામજનો ખેડૂતોએ પણ મક્કમ અને એકજૂટ થઇને સોલડી ગામમાં અનશન ઉપર બેસીને ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ શરૂ કર્યો છે.આ પ્લાન્ટના કારણે ફળદ્રુપ જમીન, જમીનના પાણીના તળ, આરોગ્ય પર્યાવરણ અને સ્કૂલના બાળકો ઉપર જોખમ તોળાઇ રહયુ હોવાથી ગ્રામજનોની આ લડતમાં ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુળ અને ભગવતધામ ગુરૂકુળના સંતોએ પણ અનશનમાં હાજરી આપી ખેડૂતો અને ગ્રામજનોને સમર્થન આપ્યુ છે.આ લડતમાં ગ્રામજનો, ખેડૂતો સાથે મહિલાઓ અને બાળકો પણ જોડાઇ રહયા છે અને કંપનીનો ખુલ્લો વિરોધ કરી સોલડીમાં આ પ્લાન્ટ શરૂ નહી થવા દેવા માટે ઉંચ કક્ષા સુધી રજૂઆતો પણ કરી ચુકયા છે. હવે સરકાર અને આ કંપની શું નિર્ણય લે છે એની સામે સૌની નજર મંડાયેલીછે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *