Surendranagar : લીંબડી હાઇવે પર ટેન્કર ઉભા રાખી ચાલતી હતી કેમિકલ ચોરી, પોલીસનો દરોડો, 5 સામે કાર્યવાહી

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર કટારિયા નજીક આવેલી એક હોટલ પાસે ટેન્કર ઉભા રાખી ગેરકાયદે કેમિકલ ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસ ટીમે દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે કટારિયા ટોલગેટ નજીક આવેલી હોટલ પર કાર્યવાહી હાથ ધરી હતી.

ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો આરોપ

પ્રાથમિક માહિતી મુજબ હોટલના પરિસરમાં ટેન્કર ઉભા રાખવામાં આવતા હતા અને ત્યાંથી ગેરકાયદે રીતે કેમિકલ ચોરી કરવામાં આવતું હોવાનો આરોપ છે. પોલીસ ટીમે કાર્યવાહી દરમિયાન સમગ્ર પ્રવૃત્તિનો પર્દાફાશ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

2 આરોપીઓ ઝડપાયા

રાજકોટ રેન્જ પોલીસ ટીમે ઉત્તર પ્રદેશના માજીદ વાહિદઅલી અને લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામના રહેવાસી સાહિલ ફિરોઝ મુલતાનીને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ગેરકાયદે કેમિકલ ચોરીનું નેટવર્ક કેટલું મોટું છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

3 આરોપીઓ ફરાર, ગુનો નોંધાયો

આ કાર્યવાહીમાં અન્ય 3 આરોપીઓ ઘટનાસ્થળે હાજર મળી આવ્યા ન હતા. ઇકલાખખાન, ચુડા વિસ્તારના જયરાજસિંહ ભુપતભાઈ રાઠોડ અને જયવીર કાઠી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પાણશિણા પોલીસ મથકે ગુનો નોંધાયો

સમગ્ર મામલે પાણશિણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેરકાયદે કેમિકલ ચોરી પાછળ કોણ કોણ સામેલ છે અને હોટલનો ઉપયોગ કેટલા સમયથી આ પ્રવૃત્તિ માટે કરવામાં આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં હવે આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને ચોરી કરાયેલ કેમિકલ ક્યાં વેચવામાં આવતું હતું તે અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.  

આ પણ વાંચો   :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *