Surendranagar News: પરિવારના સભ્યોએ જ કાસળ કાઢ્યું, 6 આરોપીની ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો?

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કોરડા ગામે એક હચમચાવી દેતી અને માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. મહેશભાઈ રોજાસરા નામના યુવકની હત્યાનો ભેદ સુરેન્દ્રનગર LCB અને ચૂડા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. આ હત્યા કોઈ બહારના શખ્સે નહીં, પરંતુ ખુદ મૃતકના પરિવારના જ સભ્યોએ મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં 3 મહિલાઓ સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યા પાછળનું ચોંકાવનારું કારણ

મૃતક મહેશભાઈને દારૂ પીવાની ખરાબ ટેવ હતી, અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધો હતા અને પરિવારની જમીન કોઈ અન્યને આપી દેશે તેવા શંકા-વહેમમાં પરિવારે આઘાતજનક પગલું ભર્યું હતું. આ વહેમ અને રોષ એટલો વધી ગયો કે પરિવારના સભ્યોએ ભેગા મળીને મહેશભાઈને નિર્દયતાથી ઢોરમાર માર્યો હતો અને ગળું દબાવીને મોતના ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતકના મૃતદેહને છત સાથે લટકાવી દેવામાં આવ્યો હતો.

પુરાવાનો નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસને જાણ સુદ્ધાં કર્યા વગર મૃતકની અંતિમવિધિ પણ કરી નાખી હતી, જેથી પુરાવાનો નાશ થઈ શકે, પરંતુ પોલીસની સતર્કતા અને સઘન પૂછપરછ આગળ આખરે પરિવારજનોનું ઝૂઠ ટકી શક્યું નહીં. પોલીસે શંકાના આધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પરિવારના સભ્યોએ ગુનો કબૂલી લીધો હતો કે તેમણે જ મહેશભાઈની હત્યા કરી છે.

Surendranagar News: Chuda Murder Case: 6 Family Members Arrested

પકડાયેલા આરોપીઓની વિગતો

આ સનસનાટીભર્યા હત્યા કેસમાં પોલીસે પરિવારના જ નીચે મુજબના 6 સભ્યોને ઝડપી પાડ્યા છે.

  • સુરેશભાઈ લાખાભાઈ રોજાસરા (મૃતકનો ભાઈ)
  • ઘનશ્યામભાઈ ભૂપતભાઈ રોજાસરા (મૃતકનો કુટુંબી ભાઈ)
  • નિલેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા (મૃતકનો ભત્રીજો)
  • મધુબેન લાખાભાઈ રોજાસરા (મૃતકના માતા)
  • સુરતીબેન ઘનશ્યામભાઈ રોજાસરા (મૃતકના ભાભી)
  • હેતલબેન સુરેશભાઈ રોજાસરા (મૃતકનાં ભાભી)

આ પણ વાંચો:  Surendranagar: બીભત્સ વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં, 2 મહિલા સહિત 9 સામે ગેંગરેપની ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *