Team India : છેલ્લી T20માં મળશે તક? કુલદીપ-વરુણને લઈને કોચે આપ્યું મોટું અપડેટ

📅 Published: October 31, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે.આ શ્રેણીમાં ભારતીય ટીમના બે અનુભવી સ્પિનર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને હજુ સુધી પ્લેઇંગ ઇલેવનમાં રમવાની પૂરતી તક મળી નથી. બંને ખેલાડીઓ ટીમનો ભાગ હોવા છતાં તેમને બહાર બેસવું પડી રહ્યું છે.હવે ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગ કોચ સાયરાજ બહુતુલેએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે બંને સ્પિનર ટીમની યોજનાનો ભાગ છે અને જ્યારે પણ તેમની જરૂર પડશે ત્યારે તેઓ રમવા માટે તૈયાર છે.

કુલદીપ અને વરુણને કેમ નથી મળી રહી તક?

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં ભારતીય ટીમ પસંદગીના ચોક્કસ બોલિંગ સંયોજન સાથે મેદાનમાં ઉતરી રહી છે.આ જ કારણસર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી રહ્યું નથી.ખાસ કરીને ઓકલેન્ડમાં રમાયેલી ચોથી T20 મેચમાં ભારતીય બોલરોએ 259 રન આપી દીધા હતા.ન્યૂઝીલેન્ડે આ મેચ 87 રનથી જીતી હતી. આ મેચમાં બંને અનુભવી સ્પિનરની ગેરહાજરીની ચર્ચા થઈ હતી.જોકે,સ્પિન બોલિંગ કોચ સાયરાજ બહુતુલેએ જણાવ્યું હતું કે બંને ખેલાડીઓ પસંદગીની પ્રક્રિયા અને ટીમના સંયોજનને સારી રીતે સમજે છે. તેઓ નેટ પ્રેક્ટિસમાં સતત મહેનત કરી રહ્યા છે અને તક મળતાં જ રમવા માટે તૈયાર છે.

કોચ સાયરાજ બહુતુલેએ શું કહ્યું?

મેચ બાદની પત્રકાર પરિષદમાં બહુતુલેએ કહ્યું હતું કે કુલદીપ અને વરુણ બંને રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે, ટીમના સંયોજન પ્રમાણે કયા ખેલાડીને તક આપવી તે નક્કી કરવામાં આવે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને ખેલાડીઓ સતત નેટ્સમાં પોતાની રમત પર કામ કરી રહ્યા છે.જ્યારે પણ ટીમને તેમની જરૂર પડશે ત્યારે તેઓ પોતાની જવાબદારી નિભાવવા તૈયાર રહેશે.કોચે આશા વ્યક્ત કરી હતી કે આગામી મેચોમાં બંનેમાંથી કોઈ એક અથવા બંનેને રમવાની તક મળી શકે છે.

અક્ષર પટેલની ભૂમિકાના પણ કર્યા વખાણ

સ્પિન બોલિંગ કોચે અક્ષર પટેલની ભૂમિકાનાં પણ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અક્ષર પાવરપ્લેમાં બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઇનિંગની અલગ-અલગ સ્થિતિમાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે.બહુતુલેએ કહ્યું હતું કે અક્ષર ઉપરાંત કુલદીપ અને વરુણ જેવા બોલર પણ જરૂરિયાત પ્રમાણે ઇનિંગના કોઈપણ તબક્કામાં બોલિંગ કરવા સક્ષમ છે.તેમણે એ પણ જણાવ્યું કે યુવા બેટર અભિષેક શર્માએ નેટ પ્રેક્ટિસ દરમિયાન પોતાની ડાબા હાથની સ્પિન બોલિંગ પર કામ કર્યું છે. જોકે, તેનો મેચમાં ઉપયોગ કરવો કે નહીં તે નિર્ણય કેપ્ટન અને મેદાનની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો – IND A vs NZ A, 2nd Test : યશસ્વી જાયસ્વાલનો ફરી ફ્લોપ, ટીમ ઈન્ડિયાની વધી ચિંતા!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *