Telangana : 9 નરાધમોએ સગીરાને 3 દિવસ સુધી બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ આચરતા ખળભળાટ

📅 Published: September 15, 2026 | 📂 Category: Crime

તેલંગાણાના મેડચલ-મલકાજગિરી જિલ્લામાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસ મુજબ, કુલ 9 આરોપીઓએ સગીરાને નશીલા પદાર્થો આપીને ત્રણ દિવસ સુધી તેનું યૌન શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

પુરુષ મિત્રની મદદથી સગીરાને લઈ જવાનો આક્ષેપ

આ ઘટના અલવાલ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ સગીરાના એક પુરુષ મિત્રની મદદથી તેને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ તેને કથિત રીતે નશીલા પદાર્થો આપવામાં આવ્યા અને અલગ-અલગ સ્થળોએ તેનું યૌન શોષણ કરવામાં આવ્યું. પોલીસે આ કેસમાં પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

ચૉકલેટમાં નશીલો પદાર્થ આપ્યાનો આરોપ

પોલીસ તપાસ મુજબ, સગીરાની ઓળખ થોડા સમય પહેલાં જે. વરુણ નામના વ્યક્તિ સાથે થઈ હતી. આક્ષેપ છે કે થોડા મહિના પહેલાં તેણે નશીલો પદાર્થ ભેળવેલી ચૉકલેટ આપીને સગીરાને કારમાં લઈ જઈ તેનું યૌન શોષણ કર્યું હતું.

સગીરાને સિગારેટ, દારૂ અને ગાંજાની લત લગાવી

ત્યારબાદ તેણે રોમાલા વરુણ નામના અન્ય વ્યક્તિ સાથે સગીરાની ઓળખ કરાવી હતી. આ વ્યક્તિએ પણ સગીરાને સિગારેટ, દારૂ અને ગાંજાની લત લગાવી તેનું શોષણ કર્યું હોવાનો પોલીસનો આરોપ છે.

પિતાની ઠપકાથી ઘર છોડ્યું, રેલવે સ્ટેશન પર ફસાઈ

મળતી માહિતી મુજબ, સગીરાના વર્તન અંગે પિતાને શંકા જતા તેમણે 8 સપ્ટેમ્બરે તેને ઠપકો આપ્યો હતો. બીજા દિવસે સગીરા ઘરેથી નીકળી બોલારમ રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી.

હોટલના રૂમમાં સગીરાનું કથિત શોષણ

આક્ષેપ મુજબ, તે વ્યક્તિએ પોતાના મિત્રને બોલાવ્યો અને બંનેએ સગીરાને નશીલા પદાર્થો આપીને તેનું યૌન શોષણ કર્યું. ત્યારબાદ તેને દુલાપલ્લી લઈ જવાઈ હતી, જ્યાં અન્ય બે વ્યક્તિઓ પણ જોડાયા હતા અને હોટલના રૂમમાં સગીરાનું કથિત શોષણ કરવામાં આવ્યું હતું.

બંધક બનાવી રાખ્યાનો પણ આક્ષેપ

પોલીસ મુજબ, સગીરાને બાદમાં બોલારમમાં એક આરોપીના ઘરે લઈ જઈ બંદક બનાવી રાખવામાં આવી હતી. સગીરા કોઈક રીતે ત્યાંથી ભાગી છૂટી હતી, પરંતુ તેને ફરી રેલવે સ્ટેશન પાસે પકડી લેવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનમાં પણ તેનું કથિત યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

સગીરાએ બૂમાબૂમ શરૂ કરી

પછી આરોપીઓ તેને ઓટોમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે સગીરાએ બૂમાબૂમ શરૂ કરી હતી. ગભરાયેલા આરોપીઓ તેને છોડીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સગીરા કોઈ રીતે પોતાના ઘરે પહોંચી અને પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી.

8 આરોપીઓની ધરપકડ, એકની શોધખોળ

પરિવારની ફરિયાદ બાદ અલવાલ પોલીસે તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નવમા આરોપીને ઝડપી લેવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા લોકોની ભૂમિકા, નશીલા પદાર્થોના ઉપયોગ અને સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જવાના મામલે વધુ તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *