UAEના શાહી પરિવાર સાથે જોડાયેલી 32 વર્ષની મહરાહ અલ નાહયાનને લંડનમાં બાળકની સંભાળમાં બેદરકારીના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. તેમને બે વર્ષ સુધી પુનર્વસન કાર્યક્રમમાં સામેલ થવું પડશે. સાથે જ આશરે 7.7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. આ મામલો 13 જૂનનો છે. તે દિવસે મહરાહ પશ્ચિમ લંડનના એક રસ્તા પર બેભાન હાલતમાં મળી આવી હતી. તેમની પાસે તેમનું 3 વર્ષનું બાળક જૂતાં પહેર્યા વિના સ્કૂટરથી રમી રહ્યું હતું. બાળક વ્યસ્ત રસ્તા પર પસાર થઈ રહેલી ગાડીઓની નજીક હતું. કોર્ટમાં મહરાહે સ્વીકાર્યું કે તેમણે કોકેઇનનો ઉપયોગ કર્યો હતો. રસ્તા કિનારે 30 મિનિટ સુધી બેભાન પડેલી રહી કોર્ટમાં જણાવાયું કે 13 જૂને મહરાહ લોખંડની રેલિંગના સહારે બેભાન હાલતમાં પડી હતી. તેની નજીક જ એક અન્ય વ્યક્તિ પણ બેભાન હતો. ત્યાં તેનું 3 વર્ષનું બાળક એકલું રમી રહ્યું હતું. ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ બાળકને એકલું જોયું તો તેની મદદ માટે આગળ આવ્યા. પોલીસ પહોંચે ત્યાં સુધી તેમણે બાળકને પોતાની પાસે રાખ્યું. આ દરમિયાન એક વ્યક્તિએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. કોર્ટના જણાવ્યા મુજબ, મહરાહ લગભગ 30 મિનિટ સુધી બેભાન રહી હતી. ભાનમાં આવ્યા પછી તેણે લોકોને પૂછ્યું કે તેઓ આટલી ચિંતા શા માટે કરી રહ્યા છે. તેણે કહ્યું, “આ કોઈ કતલખાનું નથી. તમને આટલી ચિંતા શા માટે છે? તમે આટલા પરેશાન શા માટે છો?” પોલીસે મહરાહની બેગની તપાસ કરી. તેમાં નશીલા પદાર્થોના ઉપયોગ સાથે જોડાયેલી સામગ્રી મળી, પરંતુ કોઈ ગેરકાયદેસર નશીલો પદાર્થ મળ્યો નહીં. વકીલે કહ્યું- ઘટનાના દિવસે નશો કર્યો ન હતો કોર્ટમાં જણાવવામાં આવ્યું કે મહેરાહે બેભાન હાલતમાં મળી આવવાના થોડા દિવસો પહેલાં કોકેઈન લીધું હતું. જોકે, તેમના વકીલ સ્ટીફન વુલોએ કહ્યું કે તેમણે ઘટનાના દિવસે નશો કર્યો ન હતો. વકીલના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં નશો કરવાને કારણે તેઓ ખૂબ થાકી ગયાં હતાં. વકીલે કોર્ટને જણાવ્યું કે મહેરાહને પોતાની ભૂલનો પસ્તાવો છે અને તેઓ નશાની લત છોડવા માંગે છે. તેઓ ત્રણ મહિનાની સારવાર લઈ રહ્યાં હતાં, જે ઑક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થવાની હતી. ઘટના બાદથી મહરાહ સરેના વોકિંગ વિસ્તારમાં આવેલી પ્રાયરી ક્લિનિકમાં નશાની લતની સારવાર લઈ રહી છે. સારવાર બાદ તેમની ગિલ્ડફોર્ડ વિસ્તારમાં ઘર ભાડે લેવાની યોજના છે. ત્યાં તેઓ દિવસ દરમિયાન સારવાર લેશે અને નશાની લત છોડવામાં મદદ કરનાર જૂથ નાર્કોટિક્સ એનૉનિમસની બેઠકોમાં ભાગ લેશે. ન્યાયાધીશે કહ્યું- બાળકનો જીવ પણ જઈ શક્યો હોત મંગળવારે લંડનની સાઉથવર્ક ક્રાઉન કોર્ટમાં મહરાહે બાળકની સંભાળમાં બેદરકારી દાખવવાનો ગુનો કબૂલ્યો. ન્યાયાધીશ જેરેમી જૉનસને કહ્યું કે જ્યારે મહરાહ બેભાન હતી, ત્યારે બાળકનો જીવ જોખમમાં હતો. ન્યાયાધીશના જણાવ્યા મુજબ, બાળક રસ્તા પર ભટકી શકતું હતું, ખોવાઈ શકતું હતું અથવા કોઈ અજાણી વ્યક્તિ તેને નુકસાન પહોંચાડી શકતી હતી. આ ઘટનાથી બાળક ડરી પણ શકતું હતું. ન્યાયાધીશે કહ્યું કે નશાની અસર હેઠળ બાળકને રસ્તા પર ઉઘાડા પગે એકલો છોડી દેવો તેની સુરક્ષા પ્રત્યેની બેદરકારી હતી. મહેરાહ UAEના શાહી પરિવાર સાથે જોડાયેલી છે 32 વર્ષીય મહેરાહ અલ નાહયાન લગ્ન દ્વારા અબુ ધાબીના શાસક પરિવાર અલ નાહયાન સાથે જોડાયેલી છે. જોકે, જાહેર અહેવાલોમાં તેના પતિનું નામ અને શાહી પરિવારમાં તેમનો ચોક્કસ સંબંધ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. અબુ ધાબીનો શાસક પરિવાર વિશ્વના સૌથી અમીર અને પ્રભાવશાળી શાહી પરિવારોમાં ગણાય છે. પરિવારની કુલ સંપત્તિ આશરે 300 અબજ ડોલર છે. અબુ ધાબી UAEના સાત અમીરાતમાં સૌથી મોટું છે અને દેશનું રાજકીય કેન્દ્ર પણ છે. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન આ જ પરિવારના છે અને અબુ ધાબીના શાસક પણ છે.
UAEના શાહી પરિવારની વહુને રિહેબ કેમ્પમાં મોકલવામાં આવી:કોકેનના નશામાં બેભાન મળી આવી હતી, 3 વર્ષના બાળકને રઝળતું છોડી દીધું હતું
📅 Published: October 16, 2026 |
📂 Category: International
