UGC-NET 2026: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાશે, NTAએ જાહેર કર્યું શેડ્યુલ

📅 Published: August 16, 2026 | 📂 Category: India National

UGC-NET જૂન 2026ની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર વિષયોની પરીક્ષા ફરી યોજવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં અનેક પ્રકારની ભૂલો સામે આવ્યા બાદ રિ-એક્ઝામ લેવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારો પાસેથી ફરી પરીક્ષા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.

ઘણી ખામીઓ સામે આવી 

NTA મુજબ, ત્રણેય વિષયોના પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ, અનુવાદ અને વ્યાકરણ સંબંધિત ભૂલો જોવા મળી હતી. આ ઉપરાંત કેટલાક પ્રશ્નોની ભાષામાં ગડબડ, વિદ્વાનોના નામ અને પુસ્તકોના શીર્ષક ખોટા લખવા, એક જ પ્રશ્નનું પુનરાવર્તન તથા જાણીતી ધારણાઓ માટે બિન-પ્રમાણભૂત શબ્દોના ઉપયોગ જેવી ખામીઓ પણ સામે આવી હતી.

NTA દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ અંગ્રેજીની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. કોમર્સની પરીક્ષા એ જ દિવસે બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે અન્ય 84 વિષયોની આન્સર-કી ચેલેન્જ પ્રક્રિયા અને પરિણામો નિર્ધારિત સમયપત્રક મુજબ જ જાહેર થશે. ત્રણ વિષયોની પુનઃપરીક્ષાની અસર આ 84 વિષયોના JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર અને PhD પ્રવેશ સંબંધિત પ્રક્રિયા પર નહીં પડે.

એડમિટ કાર્ડની જાણકારી વેબસાઈટ પર જાહેર કરાશે

પુનઃપરીક્ષા આપનારા ત્રણેય વિષયોના ઉમેદવારો માટે પણ JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર અને PhD માટે બેઠકોની ફાળવણી માહિતી બુલેટિનમાં દર્શાવેલા નિયમો મુજબ જ થશે. આસ્ટન્ટ પ્રોફેસર માટે લાયક ઠરનારા ઉમેદવારોની સંખ્યા 6 ટકા રહેશે. તેમાં મૂળ જૂન પરીક્ષા અને પુનઃપરીક્ષા આપનારા ઉમેદવારોમાંથી વધુ સંખ્યાને આધાર બનાવવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર, શહેર અને એડમિટ કાર્ડ અંગેની માહિતી NTAની સત્તાવાર વેબસાઈટ પર બાદમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષાની નિષ્પક્ષતા, ચોકસાઈ અને પારદર્શિતા જાળવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું NTAએ જણાવ્યું છે.

આ પણ વાંચો : Sukhbir Singh Badal પર હુમલાની NIA તપાસની માગ, હરિસિમરત કૌર બાદલે અમિત શાહને લખ્યો પત્ર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *