Umesh Yadavની રણજી ટ્રોફીમાં ધમાકેદાર એન્ટ્રી, પંજાબ માટે લીધી 2 વિકેટ

📅 Published: October 11, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને સ્પીડ સ્ટાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવે રણજી ટ્રોફી 2026-27ની નવી સિઝનની શરૂઆતમાં જ પોતાની ઘાતક બોલિંગથી સનસનાટી મચાવી દીધી છે. લાંબા સમય બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરનારા ઉમેશ યાદવે આ સિઝનમાં પંજાબની ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું છે. આસામ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં જ ઉમેશે એવી ધારદાર બોલિંગ કરી કે વિરોધી ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો ઘૂંટણિયે આવી ગયા હતા.

પંજાબની જર્સીમાં ઉમેશ યાદવનો પહેલા જ ઓવરોમાં કમાલ

આસામ સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ઉમેશ યાદવે પંજાબ વતી બોલિંગ આક્રમણની શરૂઆત કરી હતી. તેણે પોતાના સ્પેલના માત્ર 11મા બોલ પર જ વિકેટ ઝડપીને આસામને મોટો ઝટકો આપ્યો હતો. ઉમેશે આસામના ઓપનર બેટ્સમેન રિષવ દાસને ખાતું ખોલાવ્યા વિના જ (0 રને) ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો.

પ્રથમ 6 ઓવરમાં જ ઝડપી 2 મહત્વની વિકેટ

ઉમેશ યાદવનો આ ઘાતક પ્રહાર અહીં જ ન અટક્યો. તેણે આસામના બેટ્સમેનો પર સતત દબાણ જાળવી રાખ્યું અને ત્યારબાદ સેટ થઈ રહેલા રાજવીર સિંહ (11 રન) ને આઉટ કરીને પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો. ઉમેશે પોતાની પ્રથમ 6 ઓવરમાં જ આ બંને મહત્વની વિકેટો ઝડપીને આસામની બેટિંગ લાઇન-અપ વેરવિખેર કરી નાખી હતી. આસામના ટોપ 3 બેટ્સમેનોમાંથી 2 ને ઉમેશે આઉટ કર્યા, જ્યારે ત્રીજા બેટ્સમેનને ગુરનૂર બ્રારે આઉટ કરીને પંજાબને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે.

18 વર્ષ જૂનો સાથ છોડીને કેમ પંજાબ સાથે જોડાયો?

ઉમેશ યાદવ તેના કરિયરની શરૂઆતથી એટલે કે છેલ્લા 18 વર્ષથી ઘરેલું ક્રિકેટમાં વિદર્ભની ટીમ તરફથી રમતો હતો. જો કે, ઈજામાંથી સાજા થયા બાદ તેને વિદર્ભની ટીમમાં પૂરતી તકો ન મળતી હોવાની લાગણી અનુભવાઈ હતી, જેના કારણે તેણે આ મોટો નિર્ણય લીધો હતો. હવે પંજાબની ટીમમાં સામેલ થઈને ઉમેશે સાબિત કરી દીધું છે કે તેની સ્પીડ અને સ્વિંગ આજે પણ એટલી જ ઘાતક છે.બે વર્ષના લાંબા બ્રેક બાદ રેડ બોલ ક્રિકેટમાં આવી શાનદાર વાપસી કરનારા ઉમેશ યાદવના આ ફોર્મ પર હવે બીસીસીઆઈ (BCCI) ના સિલેક્ટર્સની પણ નજર રહેશે.

આ પણ વાંચો – Mohammed Shamiના કમબેક પર સુરેશ રૈનાની મોટી ભવિષ્યવાણી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *