Upleta: યુવતીના મોઢે ડૂમો દઈ અવાવરું જગ્યાએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતાં વૃદ્ધની કાળી કરતૂત સામે આવી

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માનવતા અને પડોશીધર્મને લજવાવતી એક અતિ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. પડોશમાં જ રહેતા ૬૦ વર્ષના એક વૃદ્ધ મધુભાઈ અકબરીએ પોતાના જ વિસ્તારની 23 વર્ષીય યુવતીને હવસનો શિકાર બનાવી હતી.

ઉપલેટા પંથકમાં લંપટ વૃદ્ધની કાળી કરતૂત

મળતી વિગતો અનુસાર, યુવતી જ્યારે બપોરના સમયે કુદરતી હાજતે ગઈ હતી ત્યારે આરોપી મધુ અકબરીએ તેને એકલી જોઈ તેના મોઢે ડૂમો દઈ દીધો હતો અને જબરદસ્તીથી અવાવરું જગ્યાએ ખેંચી ગયો હતો. ત્યાં તેણે યુવતી પર પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ, જો આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને વૃદ્ધે યુવતી પર અવારનવાર 5 વખત બળાત્કાર ગુજાર્યો હતો.વૃદ્ધ દ્વારા આચરવામાં આવેલા સતત કુકર્મ અને ધમકીના કારણે યુવતી ભયભીત રહી હતી. દરમિયાન યુવતીને ગર્ભ રહી જતાં તેની શારીરિક સ્થિતિ જોઈને માતાને શંકા ગઈ હતી. માતાએ કડક પૂછપરછ કરતાં યુવતીએ પોતાની સાથે મધુ અકબરીએ આચરેલા કાળી કરતૂતની આપવીતી રડીને વર્ણવી હતી.

યુવતીને ગર્ભ રહી જતાં મામલો આવ્યો સામે

સમગ્ર બાબત સામે આવતાં જ અવાક થયેલી પીડિતાની માતાએ તાત્કાલિક ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી મધુભાઈ અકબરી સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભાયાવદર પોલીસે ગુનો નોંધી ત્વરિત તપસીલ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ ૬૦ વર્ષીય આરોપી મધુ અકબરીની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Bhavnagarમાં વિદેશી દારૂની બનાવટી ફેક્ટરી ઝડપાઈ, LCB એ રેલવે કર્મચારી સહિત 3 ની કરી ધરપકડ!



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *