Uttar pradesh: મદરેસાના નામ પર ભંડોળ લઈ પાકિસ્તાનમાં આંતકીઓને મોકલી રહ્યો હતો બિહારનો ઝફર, ઉત્તરપ્રદેશ ATSએ કરી ધરપકડ

📅 Published: August 17, 2026 | 📂 Category: India National

Uttar pradesh: યુપી એટીએસએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે મદરેસાના નામે દાન એકત્રિત કર્યું હતું અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ભંડોળ પહોંચાડ્યું હતું. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ 24 વર્ષીય મોહમ્મદ ઝફર તરીકે થઈ છે. તે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળે છે. યુપી એટીએસએ 16 ઓગસ્ટના રોજ ઝફરની ધરપકડ કરી હતી અને ધરપકડ અંગેની વિગતો આજે જાહેર કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઝફર પર મદરેસાના નામે દાન એકત્રિત કરવાનો અને પાકિસ્તાનમાં પૈસા મોકલવાનો આરોપ હતો.

ATSએ જણાવ્યું હતું કે તે મસૂદ અઝહરના ભાષણોથી પ્રભાવિત હતો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને હિંસક જેહાદમાં જોડાવા માટે કથિત રીતે ઉશ્કેરતો હતો. એટીએસએ એક પ્રેસ નોટ દ્વારા ઝફરની ધરપકડ અંગે વધુ વિગતો શેર કરી છે.

UP

મળતી માહિતી અનુસાર ધરપકડ કરાયેલ વ્યક્તિ ઝફર, બિહારના પૂર્ણિયાનો રહેવાસી છે. તેના પિતાનું નામ ઝહીર છે. ATS અનુસાર, ઝફર પૂર્ણિયાના રૌતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીરગંજનો રહેવાસી છે.

આ પણ વાંચો: જમ્યા પછી કેમ પીવું જોઇએ વરિયાળીનું પાણી, જાણો તેના ફાયદા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *