Vadodaraના વિઝા કન્સલ્ટન્ટનો કાળો કારોબાર, તાઇવાનના બોગસ વિઝા આપી યુવક સાથે રૂ. 5.71 લાખની છેતરપિંડી!

📅 Published: October 6, 2026 | 📂 Category: Crime

વડોદરા શહેરમાં વિદેશ મોકલવાના નામે થતી છેતરપિંડીની ઘટનાઓમાં વધુ એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શહેરના ‘વિક્ટોરિયા વિઝન વિઝા કન્સલ્ટન્ટ’ નામના એજન્ટ સામે બોગસ વિઝા આપી યુવકને તાઇવાન મોકલી ફસાવી દેવા અંગે વડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મહારાષ્ટ્રના સાગર પૂજારી નામના યુવકે વિઝા કન્સલ્ટન્સી સામે રૂ. 5.71 લાખની ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ કર્યો છે.

14 દિવસમાં વર્ક વિઝા પૂર્ણ થતાં એરપોર્ટ પર સરન્ડર કરવું પડ્યું

વિગતવાર માહિતી મુજબ, મહારાષ્ટ્રના સાગર પૂજારીને વિદેશમાં સારી નોકરી મેળવવાની ઈચ્છા હતી. જેથી તેણે વડોદરા સ્થિત વિક્ટોરિયા વિઝન વિઝા કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો હતો. કન્સલ્ટન્ટે સાગરને તાઇવાનમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી અને તેની પાસેથી રૂ. 5.71 લાખ વસૂલ્યા હતા. જે બાદ સાગરને તાઇવાન મોકલવામાં આવ્યો હતો. જોકે, તાઇવાન પહોંચ્યાના માત્ર 14 દિવસમાં જ તેના વર્ક વિઝા પૂર્ણ થઈ ગયા હતા.

60 દિવસના બોગસ વિઝા મોકલી ફસાવ્યો

તાઇવાનમાં વિઝા પૂરા થઈ જતાં સાગરે વડોદરાના કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે કન્સલ્ટન્ટે તેને 60 દિવસના નવા વિઝા મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ તપાસ કરતા આ વિઝા સંપૂર્ણપણે બનાવટી (બોગસ) હોવાનું બહાર આવ્યું હતું. બોગસ વિઝાના કારણે સાગર પૂજારીને તાઇવાન એરપોર્ટ પર મજબૂરીવશ સરન્ડર કરવું પડ્યું હતું અને પરત ભારત આવવું પડ્યું હતું. ભારત આવ્યા બાદ સાગર પૂજારીએ વડોદરા પોલીસ મથકમાં વિક્ટોરિયા વિઝન વિઝા કન્સલ્ટન્ટ સામે રૂ. 5.71 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara News : “માતા-બહેનોની સુરક્ષા માટે ગરબા મેદાન પર નજર રાખીશું”, બજરંગ દળ દ્વારા પોલીસ તંત્રને રજૂઆત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *