Vadodaraની SSG હોસ્પિટલમાં હાઇવોલ્ટેજ ડ્રામા, દર્દીએ બિલ્ડિંગના માળ પરથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો!

📅 Published: October 9, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરની મધ્યમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી (SSG) હોસ્પિટલમાં આજે એક કાળજું કંપાવનારી અને ભારે અફરાતફરી મચાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલા એક દર્દીએ ઈમરજન્સી વિભાગના મકાનના ત્રીજા-ચોથા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં સિક્યુરિટી સ્ટાફ, તબીબો અને દર્દીઓના સગા-સંબંધીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઘરમાં બ્લેડ માર્યા બાદ હોસ્પિટલ લવાયો હતો

મળતી વિગતો અનુસાર, આપઘાતનો પ્રયાસ કરનાર ઈસમની ઓળખ કિશનવાડીના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા હિતેશ રોહિત તરીકે થઈ છે. હિતેશે અગાઉ પોતાના ઘરે જ હાથમાં બ્લેડો મારીને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના સર્જરી વિભાગમાં જ્યારે તેની સારવાર ચાલી રહી હતી, ત્યારે તકનો લાભ ઉઠાવીને હિતેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ઈમરજન્સી વિભાગ બિલ્ડિંગના ચોથા માળે પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે નીચે ઝાંપલાવ્યું હતું.

નીચે ઉભેલા એમ્બ્યુલન્સ ચાલક પર દર્દી પડતાં બંનેને ઈજા

હિતેશે ત્રીજા-ચોથા માળેથી નીચે પડતું મૂકતાં જ તે નીચે ઉભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર આવીને પડ્યો હતો. માળ પરથી કૂદકો મારવાને કારણે હિતેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેની નીચે આવી ગયેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશને પણ ઈજાઓ થઈ હતી. ઘટના બાદ તુરંત જ તબીબી સ્ટાફે બંનેને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : પોતાનો પ્રેમ સાચવવા પતિ બન્યો રાક્ષસ: રોહિત અને વર્ષાએ ભેગા મળીને રચ્યો ખૂની ખેલ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *