Vadodaraમાં કિંજલ દવેના નામે ખેલૈયાઓ સાથે મોટી છેતરપિંડી: શક્તિ સર્કલના ગરબા અધવચ્ચે રદ!

📅 Published: October 17, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરના સંસ્કારી નગરીના નવરાત્રી ઉત્સવમાં ખેલૈયાઓ સાથે મોટી છેતરપિંડીની ચકચારમચાવતી ઘટના સામે આવી છે. શક્તિ સર્કલ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવમાં દસ રાત્રિના પાસના નામે ખેલૈયાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ છઠ્ઠા જ નોરતે ગરબા અધવચ્ચે રદ કરી દેવામાં આવ્યા છે. પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેના નામે પાસ વેચીને આયોજકો કરોડો રૂપિયાની નાણાકીય ગોલમાલ કરીને ભૂગર્ભમાં ઉતરી જતાં ખેલૈયાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

Cheating on sportsmen in Vadodara

પાસના નામે લાખોની ઉઘરાણી અને આયોજકો ભૂગર્ભમાં

પ્રાપ્ત વિગતો અનુસાર, આયોજકો દ્વારા કિંજલ દવેના પરફોર્મન્સની મોટી મોટી જાહેરાતો કરીને ખેલૈયાઓ પાસેથી પાસ દીઠ રૂ.5,000થી રૂ.7,000 સુધીની માતબર રકમ ઉઘરાવવામાં આવી હતી. જોકે, છઠ્ઠા નોરતે અચાનક જ ગરબાનું આયોજન બંધ કરી દેવામાં આવ્યું હતું. આયોજન અચાનક ઠપ થઈ જતાં અને ત્રણેય મુખ્ય આયોજકોના ફોન બંધ આવતાં તેઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

Cheating on sportsmen in Vadodara

કલાકારો અને ફરાસખાનાના નાણાં બાકી, ખેલૈયાઓમાં રોષ

આ કૌભાંડમાં માત્ર ખેલૈયાઓ જ નહીં, પરંતુ ગરબાના સ્ટેજ, સાઉન્ડ, ફરાસખાના અને સ્થાનિક કલાકારોના પણ લાખો રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો ખુલાસો થયો છે. મોટી રકમ ખર્ચીને ગરબા રમવા આવેલા ખેલૈયાઓ અને વેપારીઓ છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. આ ઘટનાને પગલે આક્રોશે ભરાયેલા ખેલૈયાઓએ આયોજકો સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવાની અને તેમના નાણાં પરત અપાવવાની માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *