Vadodara: અછાલા શ્રોષ્ઠ પ્રા.શાળામાં શાળા, સમાજ અને સંસ્કારનો સંગમ ભજન સત્સંગ સંપન્ન

📅 Published: August 21, 2026 | 📂 Category: Baroda

તેજગઢ : શ્રાવણ માસના પવિત્ર અવસરે છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રોષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે શાળા, સમાજ અને સંસ્કારનો સંગમના ઉમદા હેતુ સાથે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિરાંત મંડળ, આદેશ મંડળ, સતકેવલ મંડળ – ભરકુંડા ફ્ળિયા, સતકેવલ મંડળ – નિશાળ ફ્ળિયા, સતકેવલ મંડળ જીતપુરા, સુહાગ રામ મંડળ – ડુંગર ફ્ળિયા, પ્રગટ પુરુષોત્તમ મંડળ – જુના પટેલ ફ્ળિયા અને સીતારામ મંડળના હરિભક્તોએ ભજન સત્સંગનો લાભ લીધો. કાર્યક્રમમાં નિરાંત સંપ્રદાયના ગુરુ મહારાજ નાનજીરામ મહારાજની ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. CRC કોર્ડીનેટર શંકરભાઈ રાઠવા, ગૃપાચાર્ય રામસિંગભાઈ રાઠવા સહિત ભક્તજનો, વડીલો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેને સફ્ળ બનાવવા શાળાના શિક્ષકો માધવભાઈ, અમીનભાઈ, સંજયભાઈ, સુરતાબેન અને ભૂમિબેને જહેમત ઉઠાવી હતી. અંતે શાળાના આચાર્ય પ્રવિણકુમાર પટેલિયાએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *