Vadodara : અલવા ગામે પ્રથમવાર આદ્યશક્તિ ગરબા મહોત્સવ

📅 Published: October 13, 2026 | 📂 Category: Baroda

વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના અલવા ગામે પ્રથમ વખત ભવ્ય આદ્યશક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. બરોડા ડેરીના ડિરેક્ટર અને વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સતીશ મકવાણા ઉર્ફે રાજુ અલવાના મુખ્ય આયોજન હેઠળ આદ્યશક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. નવરાત્રીમાં અંબા માતાની આરતીમાં વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી દ્વારા માં અંબાની આરતી ઉતારી હતી. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ માટે સુંદર ડેકોરેશન સાથે સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. મા જગદંબાની આરાધના માટે મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા. અલવા ગામ ખાતે પ્રથમ વખત યોજાયેલા આ ગરબા મહોત્સવને લઈને ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબા ગ્રાઉન્ડને સુંદર ડેકોરેશન અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. સાથે જ બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરાઇ છે. નવરાત્રીના પ્રથમ દિવસે કલાકારો દ્વારા ગવાયેલા ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. અને માતાજીની આરાધના કરી હતી. ગરબા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાઘોડિયા પોલીસની ટીમ પણ ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *