Vadodara : આજે સાંજે અંગારકી સંકષ્ટ ચતુર્થી ગણેશ મંદિરોમાં ભક્તો ઊમડશે

📅 Published: September 28, 2026 | 📂 Category: Baroda

  14

આજે ભાદરવા વદ ત્રીજ-ચોથના સમન્વયે અંગારકી સંકષ્ટ ચતુર્થી ઉજવાશે. શહેરના દાંડિયાબજાર મેઇનરોડ સિદ્ધિવિનાયક, નિલકંઠેશ્વર મહાદેવ પરિસરમાં રિદ્ધિ-સિદ્ધિ વિનાયક, આશીર્વાદ ગણેશજી, રાવપુરા ભાઉંકાળેની ગલી રિદ્ધિ-સિદ્ધિ ગણેશજી, માંજલપુર ગજાનન સોસાયટી- ખેડકરના ગણપતિ, વાડી ધૂંડીરાજ, ગાજરાવાડી લક્ષ્મી ગણપતિ સહિત તમામ ગણેશજી મંદિરોમાં સવારથી રાતે 8.10 કલાકે ચન્દ્રોદય સુધી ભક્તોનો ધસારો અવિરત જારી રહેશે. ખાસ કરીને દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને અંગારકી ચોથ અંતર્ગત 11,111 દાડમનો ભોગ ધરાવવામાં આવશે. તદુપરાંત સહસ્ત્ર વર્તન અભિષેક કરાશે. હરિશ ધુમાળે વધુમાં ઉલ્લેખ્યું હતું કે સવારે 4 કલાકે મંગળા આરતી-અભિષેક કરાશે.

તદુપરાંત શ્રીજીને દાડમના રસથી વિશેષ અભિષેક પણ કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ભગવાન ગણેશનું પૂજન-અર્ચન વિશેષ લાભકારી હોય છે. શાસ્ત્રોમાં અંગારકી સંકષ્ટ ચતુર્થીનો વિશેષ મહિમા છે. મંગળવાર અને કૃષ્ણ ચતુર્થી હોય તો તેને અંગારકી ચતુર્થી તરીકે લેખાય છે. માન્યતા એવી છે કે અંગારકી ચોથ કરવાથી આખા વર્ષ ની ચતુર્થીનું ફળ પ્રાપ્ત થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *