Vadodara : કરજણ તાલુકાના ધનોરા ગામે સેવા સેતુ 2.1 ગ્રામ્ય કાર્યક્રમ યોજાયો

📅 Published: September 29, 2026 | 📂 Category: Baroda

18

કરજણ તાલુકાના ધનોરા ગામે રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ નાગરિકોને સરળતાથી, પારદર્શી અને ઝડપી ધોરણે મળે તે હેતુથી સેવાસેતુ 2.1 ગ્રામ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધનોરા ઉપરાંત બામણગામ, માંગલેજ, કંડારી અને ગણપતપુરા ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાનો લાભ લીધો હતો.

આયોજિત સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. જેમાં આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની 15 અરજીઓ, રેશનકાર્ડને લગતી 36 અરજીઓ, પીએમજેવાય-મા કાર્ડની 78 અરજીઓ તેમજ હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડની 193 અરજી પર સ્થળ પર જ કામગીરી પૂર્ણ કરાઇ હતી. ઉપરાંત આવક, જાતિ, નોન-ક્રિમિલેયર અને વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવાઇ હતી. કાર્યક્રમમાં 230 મિલકત આકરણીના ઉતારા, જન્મ-મરણ તથા લગ્ન નોંધણીના પ્રમાણપત્રો તેમજ બસ પાસ કનેક્શન સંબંધિત અરજીઓનો પણ નિકાલ કરયો હતો. વિવિધ સામાજિક સુરક્ષા યોજના હેઠળ વિધવા સહાય, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, કુટુંબ સહાય, કસ્તુરબા પોષણ સહાય, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની યોજનાઓ અંગે કામગીરી કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *