vadodara: કરજણ નવાબજારમાં જ્વેલર્સને ત્યાં ચોરી કરનાર 3 આરોપી ઝડપાયા

📅 Published: October 6, 2026 | 📂 Category: Baroda

22

કરજણ નવાબજાર સાડી માર્કેટ વિસ્તારમાં નવરત્ન જવેલર્સમાંથી ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપનાર ત્રણ ઇસમને મધ્યપ્રદેશથી વડોદરા ગ્રામ્યLCBની ટીમે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં સફ્ળતા મેળવી છે.

મળતી માહિતી અનુસાર ગત તા.13-9-26ની મોડી રાત્રીના કરજણ નવાબજાર સાડી માર્કેટમાં નવરત્ન જ્વેલર્સ નામની દુકાનના ઉપરની છતનું પતરુ તોડી અંદરના ભાગે લગાવેલ લાકડાના પાટીયા તથા પીઓપી તોડી દુકાનમાં પ્રવેશ કરી અલગ અલગ ડીઝાઈનના ચાંદીના દાગીના તથા ભગવાનની મૂર્તિઓ આશરે 2 કિલો 500 ગ્રામ જેની આશરે કિ.રૂ.5,75,000ની મત્તાની ચોરી થવા બાબતની ફરિયાદ જ્વેલર્સના માલિકે નોંધાવી હતી. જે ઘરફોડ ચોરીના ગુનાના કામે એલસીબી. સ્ટાફ્ની વિવિધ પોલીસની ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો હાથ ધર્યાં હતાં. દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે ચોકકસ બાતમી મળેલ કે, ઉપરોકત ચોરીના ગુનાને અંજામ મધ્યપ્રદેશ રાજયની ટોળકી દ્વારા આપેલ છે. ટોળકી હાલ મધ્યપ્રદેશમાં છે.

બાતમીને આધારે એલ.સી.બી. ટીમ મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ હતી. જ્યાં પહોંચી દતીયા જીલ્લાના ઇન્દરગઢ ખાતેથી તમામ માહીતી મેળવી ચોરીને અંજામ આપનાર ત્રણ ઇસમ પુષ્પેન્દ્ર ઉત્તમ ડુશવાહા (રહે. મડીપુરા મહોલ્લો, ઇન્દરગઢ એમપી), સુરજ ચરણદાસ શાક્યા (રહે. માતનપુરા મહોલ્લા, ઇન્દરગઢ,એમપી) અને રાહુલ ચરણદાસ શાકયા રહે. માતનપુરા મહોલ્લો, ઇન્દરગઢ એમપી)ને દબોચી લઈ કરજણ પોલીસ મથકે લઈ આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂા.1,19,000, બે મોબાઈલ ફોન કિં. રૂા.20,000 મળી કુલ મુદ્દામાલ કિમત રૂા.1,39,000 કબજે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *