વાગરા : કોલવણા ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કુલ ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી બંને શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલવણા પ્રાથમિક શાળામાં શિક્ષક ઉસ્માનભાઈ બાપુના હસ્તે જયારે હાઈસ્કુલ ખાતે ઈકબાલભાઈ મતાદારના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. હાઈસ્કુલ ખાતે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર હોનહાર વિદ્યાર્થીઓ તેમજ ભૂતપુર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
Vadodara: કોલવણા હાઈસ્કૂલ અને પ્રા.શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
📅 Published: August 18, 2026 |
📂 Category: Baroda
