Vadodara: ક્રાઈમ સીન ઉપર પુરાવા મેળવવા વડોદરા પોલીસ પાસે બે FSL વેન

📅 Published: August 28, 2026 | 📂 Category: Baroda

રાજ્યમાં ગંભીર ગુનાઓની તપાસને પારદર્શક બનાવવા માટે મોબાઈલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (મોબાઈલ FSL) એક મહત્વનું માધ્યમ સાબિત થઈ રહી છે. ઘટના સ્થળેથી જ વૈજ્ઞાનિક પુરાવાઓ ઝડપથી સુરક્ષીત રીતે એકત્ર કરી તપાસ અધિકારીઓને તાત્કાલિક દિશા પૂરી પાડવામાં આ હરતી ફરતી આધુનિક મોબાઈલ વેન પોલીસ ડિપાર્ટમેન્ટની કરોડરજ્જુ સમાન બની છે. વડોદરા શહેરના એફ.એસ.એલ. યુનિટ પાસે 02 આધુનિક મોબાઈલ FSL વેન ઉપલબ્ધ છે.

રાજ્યમાં 75 આધુનિક ઈક્વિપમેન્ટસ સાથેની મોબાઈલ FSL વેન કાર્યરત છે. હત્યા, લૂંટ, બળાત્કાર, શંકાસ્પદ આગ અથવા બ્લાસ્ટ જેવી ઘટનાઓમાં મિનિટોમાં પુરાવાઓ નષ્ટ થાય તે પહેલાં ગોલ્ડન અવર્સ દરમિયાન વેન સ્થળ પર પહોંચી જાય છે. ભારતીય ન્યાય સહિંતાના નવા કાયદા હેઠળ 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્સિક વિઝિટ ફરજિયાત બની છે. જેના કારણે પણ મોબાઈલ એફ.એસ.એલ. વેનની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે. પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 47 મોબાઈલ ફોરેન્સિક વેન કાર્યરત હતી. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 37,269 ક્રાઈમ લોકેશનની મુલાકાત લીધી હતી. 2025માં વધુ 28 એડવાન્સ વેનનો ઉમેરો થયો છે. આ સંખ્યા હાલ 75 થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *