Vadodara : ક્રેડાઈ ચેરમેન પ્રિતેશ શાહની અર્થ યુફોરિયા અને અર્થ વન સાઈટને નોટિસ, બાંધકામના પુરાવા રજૂ કરવા આદેશ

📅 Published: October 12, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરમાં ક્રેડાઈના ચેરમેન પ્રિતેશ શાહની 2 સાઈટને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કારેલીબાગ સ્થિત અર્થ યુફોરિયા અને અર્થ વન સાઈટને નોટિસ આપીને બાંધકામ સંબંધિત યોગ્ય પુરાવા રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

7 દિવસમાં પુરાવા રજૂ કરવા આદેશ

મહાનગરપાલિકાએ બંને સાઈટના સંચાલકોને 7 દિવસની અંદર બાંધકામને લગતા જરૂરી પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય દસ્તાવેજો રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

VMC Notice to Two Pritesh Shah Sites in Vadodara

પુરાવા નહીં હોય તો દબાણ દૂર કરાશે

મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો જરૂરી પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો સંબંધિત બાંધકામમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. હવે બંને સાઈટ તરફથી નોટિસના જવાબમાં કયા પુરાવા રજૂ કરવામાં આવે છે અને મહાનગરપાલિકા આગળ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે.  

આ પણ વાંચો :   India : 6 રાજ્યોમાં નવા રાજ્યપાલ, ઓમ પ્રકાશ માથુર અને દુષ્યંત ગૌતમ સહિત 6ની નિમણૂક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *