Vadodara : જિલ્લા ટ્રાફિક અને મંજુસર પોલીસ મથક દ્વારા માર્ગ સલામતી જાગૃતિ રેલી યોજાઈ

📅 Published: September 24, 2026 | 📂 Category: Baroda

સાવલી

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથક દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લા ટ્રાફ્કિ વિભાગ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ રેલી 2026 નું બાઈક રેલી કાઢીને તાલુકાજનોને ટ્રાફ્કિ નિયમોનું પાલન કરવા માટે સમજ પૂરી પાડવામાં આવી હતી

રાજ્યમાં દર વર્ષે હજારો વાહન ચાલકો અકસ્માતમાં ભોગ બને છે અને હજારો પરિવારોના લાડકવાયા ગુમાવવાનો વારો આવે છે અકસ્માતના મુખ્ય કારણો ટ્રાફ્કિ નિયમોની અણદેખી હોય છે અને નિયમો ની સમજના અભાવે અકસ્માતો સર્જાય છે તેના પગલે સાવલીના મંજુસર પોલીસ મથક દ્વારા ટ્રાફ્કિ જાગૃતિ અને સલામતીની સમજ પૂરી પાડવાના ભાગરૂપે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ટ્રાફ્કિ વિશાળ માર્ગ સલામતી રેલી મંજુસર પોલીસ મથકે થી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફ્કિ નિયમોનું પાલન કરે સુરક્ષિત ગુજરાત સુરક્ષિત ભારત બનાવવા માટે નાગરિકોને અપીલ કરાઈ હતી. અને ટ્રાફ્કિના વિવિધ નિયમોની જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી પોલીસ જવાનો દ્વારા નીકળેલી આ રેલી એ સમગ્ર તાલુકામાં ભારે આકર્ષણ જણાવ્યું હતું

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *