Vadodara ઝોન-2 પોલીસે 31 લાખનો વિદેશી દારૂ બુલડોઝર ફેરવી નષ્ટ કર્યો

📅 Published: August 29, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરમાં દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે વડોદરા ઝોન-2 પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. વડોદરા પોલીસે વિવિધ દરોડા દરમિયાન જપ્ત કરેલી રૂ. 31 લાખની કિંમતનો વિદેશી દારૂ કોયલી ચેકપોસ્ટ નજીક વિધિવત રીતે નષ્ટ કર્યો છે. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વિવિધ દરોડામાં જપ્ત કરાયો હતો જથ્થો

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવાથી વડોદરા પોલીસે અવારનવાર ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ સામે ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઝોન-2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ સમયે પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂ. 31 લાખની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની હજારો બોટલો જપ્ત કરવામાં આવી હતી.

બુલડોઝર ફેરવી વિધિવત નાશ કરાયો

કોર્ટની મંજૂરી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ જપ્ત કરાયેલા દારૂના જથ્થાને નષ્ટ કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોયલી ચેકપોસ્ટ પાસે ખુલ્લી જગ્યામાં તમામ બોટલોને પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂની તમામ બોટલોનો સંપૂર્ણપણે ચૂરો કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

કાયદાકીય પ્રક્રિયા હેઠળ કામગીરી પૂર્ણ

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ કાફલો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ તે જગ્યા પર યોગ્ય સફાઈ કરી પર્યાવરણ અને કાયદાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વડોદરા શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો – Vadodaraથી એર ટેક્સી સેવાનો પ્રારંભ: રક્ષાબંધનના દિવસે પ્રથમ ફ્લાઇટનું સફળ ટેક-ઓફ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *