Vadodara: ડભાસામાં ચોરાયેલ રૂા.23 હજારના કોપર કેબલ સાથે બે તસ્કર ઝડપાયા

📅 Published: August 22, 2026 | 📂 Category: Baroda

પાદરા તાલુકાના ડભાસા ગામની સીમમાં લુણા રોડ ઉપર આવેલી દેવાશીસ પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાંથી ચોરી થયેલી વેલ્ડીંગ કોપર કેબલ ગણતરીના કલાકોમાં શોધી કાઢી પાદરા પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ડભાસાની દેવાશીસ કંપનીમાંથી તા.18 ઓગસ્ટની રાત્રિ દરમિયાન વેલ્ડીંગ કોપર કેબલની ચોરી થઈ હોવા અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 305(A) મુજબ ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન પાદરા પોલીસ સ્ટેશનના PI પી. વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસની બે ટીમ બનાવી પેટ્રોલિંગ અને બાતમીદારો મારફ્તે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા હતા. પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ મેલાભાઈને બાતમી મળી હતી કે, દેવાશીસ કંપનીમાંથી ચોરી થયેલી વેલ્ડીંગ કોપર કેબલ એક મીણિયા થેલીમાં ભરી બે શંકાસ્પદ ઇસમ પાદરા ટાઉનમાં પરનામી અગરબત્તીની પાછળ આવવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંનેને કોર્ડન કરી ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલી અંદાજે રૂા.23,000ની વેલ્ડીંગ કોપર કેબલ કબજે કરી હતી. પોલીસે કર્ણાકુવા ગામના અજય રમેશ પરમાર (ઉં.27) અને ચિરાગ મહેન્દ્ર ગોહિલ (ઉં.25)ને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *