Vadodara : ડભોઇનું શીતળાઇ તળાવ રિનોવેશન અગાઉ જ અસહ્ય ગંદકીની ભેટ ચઢયું

📅 Published: October 8, 2026 | 📂 Category: Baroda

ડભોઇ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક શીતળાઈ તળાવના નવીનીકરણ અને બ્યુટિફ્કિેશનની કામગીરી હાથ ધરાઇ છે. જોકે, આ નવીનીકરણ પૂર્ણ થાય તે પહેલાં જ તળાવ ભારે ગંદકી અને ઉપદ્રવનો ભોગ બન્યું છે. સમગ્ર તળાવમાં હાલ જળકુંભી, જંગલી વેલાઓ અને લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેના કારણે તળાવનું પાણી જોવા પણ મળતું નથી. સમગ્ર સપાટી પર જાણે લીલી ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે.? તળાવમાં ભરાયેલા ગંદા પાણી અને સડી રહેલ વનસ્પતિ-કચરાને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. ખાસ કરીને રાત્રે પવન સાથે આવતી તીવ્ર વાસને કારણે નજીકની સોસાયટીઓના રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ઘરોની બારી-બારણાં બંધ રાખવા છતાં દુર્ગંધ અંદર સુધી પહોંચે છે. જેના લીધે સ્થાનિક નાગરિકો ભારે ત્રાસ અનુભવી રહ્યા છે. ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, એક તરફ્ તંત્ર નવીનીકરણના બણગાં ફૂંકે છે. તો બીજી તરફ્ મૂળભૂત સફાઈ પ્રત્યે ઘોર બેદરકારી દાખવાઇ રહી છે. ગંદકી અને જંગલી વેલાઓને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક સ્તરે વધ્યો છે. જેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને કમળો જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. નગરપાલિકા તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળે છે. લોકોની માંગ છે કે, નવીનીકરણની ધીમી કામગીરી વચ્ચે પહેલાં યુદ્ધના ધોરણે તળાવમાંથી આ લીલ, જંગલી વેલા અને કચરો દૂર કરવામાં આવે જેથી આસપાસના હજારો રહીશોને દુર્ગંધ અને સંભવિત રોગચાળાના જોખમમાંથી મુક્તિ મળી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *